SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ર લઈ ગયે. અતિશય ધાક, ધમકી, વિનવણું છતાં સતી સીતાએ પિતાના શિયળનું રક્ષણ કર્યું. પાછળથી રામ તથા લક્ષ્મણે સુગ્રીવ, હનુમંત વગેરે રાજાઓની મદદ લઈ લંકા પર ચડાઈ કરી. અને ત્યાંના રાજા રાવણને મારી સીતાજીને ઘેર લઈ આવ્યા. આ વખતે તેઓને વનવાસકાળ પૂરો થયો હતો. જોકે મહેમાહે બોલતા કે લંકાના રાજા રાવણને ત્યાં સીતાજી પવિત્ર કેમ રહી શકે ? આ સાંભળી રામચંદ્રજીએ સીતાને અગ્નિમાં પડી પિતાની પવિત્રતા સાબીત કરી આપવાનું કહ્યું. સીતાજી અગ્નિકુંડ પાસે આવી પંચ પરમેષ્ટિનું સ્મરણ કરી બોલ્યા “હે અગ્નિદેવ, જે હું આજસુધી પવિત્ર હોઉં, તેમજ મેં મન, વચન, કાયાથી અન્ય પતિની ઈરછા સરખી પણ ન કરી હોય તે આ અગ્નિ અને રક્ષણ કરનાર થજે.” એમ કહેતાં જ તેમણે અગ્નિમાં પ્રવેશ કર્યો. શિયળ રક્ષિત દેવોએ તરત જ તે અગ્નિ બુઝાવી નાખ્યો. સીતાજી તેમાંથી સહિસલામત બહાર નીકળ્યા. લેકેએ સતીને જયધ્વનિ ઉચ્ચાર્યો. તે પછી એક ધોબીની ચર્ચા સાંભળી સીતાજીને રામે વનવાસમાં મોકલ્યા. આ વખતે તેમને ગર્ભ હતો; વનમાં વાલ્મીકી નામના ઋષિએ સતીને આશ્રય આપે. સીતાએ અહિંયા “લવ અને કુશ” નામક બે મહાસમર્થ પુત્રને જન્મ આપ્યું. તેઓ મોટા થયા, તે વખતે લક્ષ્મણ (વાસુદેવ રૂપે) દેશ સાધતા હતા ત્યારે આ બંને કુમારે લક્ષ્મણના સૈન્યની સામે થયા અને સિન્યને હરાવ્યું. આથી લક્ષ્મણે પિતાનું ચક્ર મૂક્યું, પણ ચક્ર ગોત્રઘાત ન કરે તેથી તે ચક્ર પાછું આવ્યું. આથી તે કુમારોની ઓળખાણ પડી. સઘળાં મળ્યાં, ભેટયાં, આખરે સીતાજી પિતાના પુત્રોને લઈ રામ સાથે અયોધ્યા આવ્યા અને સુખપૂર્વક દિવસે વ્યતિત કરવા લાગ્યા. કાળાન્તરે સીતાજી ચારિત્ર લઈ દેવલોકમાં ગયા. ૨૨૩ સુકોશલમુનિ સાકેતનગરમાં (અયોધ્યા) કીર્તિધર નામે રાજા હતા. તેમને સહદેવી નામની રાણી હતી. તેમનાથી સુકોશલ નામના પુત્રનો જન્મ
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy