SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ રાજેમતી–ધિકાર છે, હમારા જીવનને, રહનેમિ, ધિક્કાર છે. તમારા ભાઈ નેમનાથે મને વિષ સમાન માનીને છાંડી અને શું તમે તે છડેલા વિષને ફરી ભેગવવા માગે છે ? અગંધન કૂળના સર્પો મરી જતાં પણ વમેલું વિષ પાછું ચૂસતાં નથી. તો મહાન રત્નચિંતામણી સમાન મળેલા આ સાધુમાર્ગથી ભ્રષ્ટ બની તમારા ભાઈથી ઇંડાયેલી હું, તેની સાથે શું તમે ભોગ ભોગવવા માગો છે? સ્વપ્નય પણ તેમ બનનાર નથી. વળી હું સાધ્વી છું એટલે તમારી તે ઈછા ત્રિકાળે પણ તૃપ્ત થવાની નથી. એક તિર્યંચ સર્પ જેવાં પ્રાણીઓ પણ સમજે, અને તમે દીક્ષિત છતાં ભોગની ઈચ્છા ધરાવો છો ? સમજે, રહનેમિ ! સમજે, તમારે આત્મ ધર્મ વિચારે. હું ઉગ્રસેન રાજાની પુત્રી છું, તમે સમુદ્રકુમારના પુત્ર છે. મહેરબાની કરી આપણે બંનેનાં કૂળ તરફ એકવાર નજર કરો. વળી સંયમી બનીને જ્યાં ત્યાં ફરતાં તમે ઘણી સૈાંદર્યવાન સ્ત્રીઓ જેશે, અને તેમાં મનલુબ્ધ કરશો તો અનંત સંસારમાં ભ્રમણ કરતા છતાં પણ તમારા પાર નહિ આવે. ઉત્તમ મનુષ્યભવ, ઉચ્ચકુળમાં જન્મ, શાસ્ત્ર શ્રવણ, સદ્દગુરૂનો સમાગમ, જૈનધર્મ અને સંયમ, જીવને અનંતકાળે પણ મળવા દુર્લભ છે ! જાઓ, જાઓ, રહનેમિ, જાઓ, તમારા ભ્રષ્ટ વિચારો છોડી, વિશુદ્ધ થવા શ્રી નેમીશ્વર ભગવાન પાસે જાઓ, અને પાપની આલોચના લઈ સંયમમાર્ગને સુધારો. આ સાંભળી રહનેમિ ઠંડાગાર થઈ ગયા. રાજેમતીના બોધક વચને રહનેમિના હૃદયમાં આરપાર ઉતરી ગયા. તેમણે તરતજ રાજેમતીની ક્ષમા માગી. તે સાથે પિતાને ખરાબ વાસનાથી ઠેકાણે લાવવા માટે તેની પ્રશંસા કરી. રહનેમિ નેમપ્રભુ પાસે જઈ આલોચના લઈ શુદ્ધ થયા, અને સંયમમાર્ગમાં અદ્દભુત રીતે આગળ વધી કૈવલ્યજ્ઞાનને પામ્યા. રાજેમતીએ રહનેમિને સ્થિર કર્યા, ત્યાંથી કપડા પહેરી તેઓ
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy