SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ રાજાને વાત જણાવી. પ્રથમ જ આ પુત્ર હોવાથી તેને મારવાથી બીજા બાળકો નહિ આવે, એમ રાજાએ અભિપ્રાય આપવાથી પતિની આજ્ઞા માની રાણે તેનું રક્ષણ કરવા લાગી. મૃગાવતીએ તે બાળકને એક ભોંયરામાં રાખ્યું, અને રેજ તેને આહાર આપવા લાગી. બાળક આહાર કરે કે તરત જ તે લોહી થઈ જાય, અને ફરી તે લોહીનો બાળક આહાર કરે. આવી દુર્ગધમય નક સમાન સ્થિતિ ભોગવતો આ કુમાર દિવસો વ્યતીત કરતો હતો. એકદા પ્રસ્તાવે શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુ મૃગ ગામના ચંદનપાદપ નામના ઉદ્યાનમાં પધાર્યા. વિજયરાજા અને પરિષદ્ વંદન કરવા આવી. તે વખતે તે ગામમાં રહેતે એક જન્માંધ ભીખારી, જેના મહેપર પુષ્કળ માંખી બણબણતી હતી તે પિતાની સાથેના એક દેખતા માણસની સહાયથી પ્રભુની સભામાં આવ્યું. પ્રભુએ બધાને ધર્મદેશના આપી. સૌ વંદન કરી પોતપોતાના સ્થાનકે ગયાં. તે સમયે પ્રભુના પટ્ટ શિષ્ય શ્રી ગૌતમસ્વામી પેલા અંધ માણસને દેખી ઉત્પન્ન થયેલા વિચારેનો નિર્ણય કરવા પ્રભુ પાસે આવ્યા. તેમણે વિનયપૂર્વક પૂછ્યું. હે પ્રભુ, બીજી કોઈ સ્ત્રીએ પેલા જન્માંધ માણસની જેમ બીજા કઈ એવા બાળકને જન્મ આપ્યો છે? પ્રભુએ કહ્યું. હા, દેવાનુપ્રિય. આ ગામમાં વિજયક્ષત્રિય રાજાને ત્યાં મૃગાવતી રાણુને એક પુત્ર અવતર્યો છે. જે જન્મથી આંધળે, બહેરે, મેંગે, લુલે છે, જે પોતાના શરીરનાં માંસ લેાહી ઈત્યાદિને - વારંવાર આહાર કરે છે. વળી તેને એક ગુપ્ત ભોંયરામાં રાખવામાં : આવ્યો છે. ગૌતમસ્વામીને આ કથન સાંભળવાથી તેને જોવાને વિચાર થયો અને પ્રભુની આજ્ઞા મેળવી તેઓ મૃગાવતીને ત્યાં ગયા.
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy