SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ ધન્યવાદ આપશે. એવામાં સુવતા નામના મેઈ સાધ્વીજી પધારશે. બહુપુત્રીદેવી ધર્મ સાંભળી વૈરાગ્ય પામશે અને દીક્ષા લેશે. સખ્ત, તપ, જપ, ધ્યાન ધરી ઘણા વર્ષ સંયમ પાળી એક માસને સંથાર કરશે અને કાળ કરીને શકેંદ્ર દેવના સામાનિક દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ સંયમ લઈને તે મોક્ષમાં જશે. ૧૬૭ ભરત અને બાહુબળ. ભરત અને બાહુબળ એ રૂષભદેવ ભગવાનના પુત્રો હતા. રૂષભદેવ ભગવાન પિતાનું રાજ્ય આ બે પુત્રોને સોંપી, દીક્ષા લઈ ચાલી નીકળ્યા હતા. ભારત અને બાહુબળના બળની આખા જગતમાં જેડી નહિ. રાજ્યાસને આવ્યા પછી ભારત રાજાએ મેટી મેટી લડાઈઓ કરી. મેટા મોટા રાજ્ય જીત્યા અને છ ખંડ જીતીને છેવટે તેઓ ચક્રવર્તી થયા. બાહુબળ પણ ઘણું જબરા હતા. એકવાર ભરત રાજાને વિચાર થયો કે છ ખંડ રાજ્યોને હું જીત્યો. પણ મારા ભાઈ બાહુબળનું બળ વધારે છે માટે તેમને છતું તેજ ખરે કહેવાઉં. એમ ધારી બાહુબળને પોતાની સાથે લડવાનું આમંત્રણ મેકવ્યું. બાહુબળ પણ ભરતથી ગાંજ્યા જાય તેમ ન હતા. તે ભરતને નમે તેવા ન હતા. બંને ભાઈઓ યુદ્ધ કરવા તૈયાર થયા. યુદ્ધમાં અનેક માણસને સંહાર થાય, તે કરતાં બંનેએ સામસામા લડવું એમ ઉચિત ધારીને બંને ભાઈઓ લડવા માટે રણમેદાનમાં ઉતરી પડવા. - ભરતે પોતાનું ચક્ર સણણણણ કરતું બાહુબળ પર છોડયું; પણ એકજ ઉદરથી ઉત્પન્ન થયેલા ભાઈ પર તેચક્ર કંઈ પણ અસર કરી શકે નહિ, તેવો નિયમ હોવાથી ભારતનું તે ચક્ર બાહુબળના શરીરની આસપાસ ફરીને પાછું ભારત પાસે આવી ગયું. આથી બાહુબળજીને ઘણે કોધ ચડ્યો. તેમણે ભારતને મારવા માટે પોતાની વજ સમાન મુઠી ઉપાડી. ત્યાં જ બાહુબળને લાગ્યું કે માત્ર રાજ્ય
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy