________________
૨૦૧
નિવૃત્ત થઈ ગયા, અને પૌષધશાળામાં જઈ પ્રતિમા ધારણ કરીને આત્માના અપૂર્વ ભાવમાં વિચરવા લાગ્યા. છેલ્લી પ્રતિમા પૂરી થતાં, તપથી શરીર ક્ષીણ બનવાથી નંદિનીપિતાએ અંતિમ સંથારે શરૂ કર્યો. એક માસને સંથારે ભોગવી, જ્ઞાનદર્શનચારિત્રની આરાધનામાં તલાલીન બની નંદિનીપિતા મૃત્યુ પામ્યા અને પહેલા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી, ચારિત્ર લઈને તેજ ભવમાં તે મોક્ષગતિને પામશે.
૧૪૫ નંદીવર્ધન * સિંહપુર નામનું નગર હતું. સિંહરથ નામે રાજા હતા. ત્યાં દુર્યોધન નામે કેટવાળ હતો. તે ઘણે જ પાપી, જુલ્મી અને દુરાચારી હતે. તેણે અપરાધીઓને શિક્ષા કરવા માટે ગરમ તાંબુ, ગરમ સીસુ ગરમ પાણી, ઘોડાને પેશાબ, ભેંશ બકરી વગેરેનું મૂત્ર, હાથકડીઓ, સાંકળે, હંટર, રસી, તલવાર, છરી, ખીલા, હથોડા વગેરે વસ્તુઓ રાખી હતી જેનાથી તે ચોર, જુગારી, રાજ્યદ્રોહી, પરસ્ત્રી લંપટ આદિ અપરાધીઓને ત્રાસ ત્રાસ વર્તાવતો હતો. કોઈના હેમાં તે ઉનું ધગધગતું સીસું રેડતો. તે કોઈના મહેમાં ઉકળતું તાંબુ રેડત.
ઈને હાથકડી પહેરાવવી, તે કોઈને સાંકળથી બાંધવા, કોઈને કૂવામાં ઉંધા લટકાવવા, કેઈના કપાળમાં ખીલા ઠેકવા, કોઈના નાક કાન કાપવા, તે કઈને ઘોડાને પેશાબ પાવો, વગેરે પ્રકારના મહા જુલ્મ વર્તાવતાં આ કેટવાળે પાપના પુષ્કળ દળ ભેગાં કર્યા. પરિણામે એકત્રીસ સો વર્ષનું આયુષ્ય ભોગવી તે કેટવાળ મૃત્યુ પામીને, છઠી નરકમાં ગયો.
ત્યાંથી નીકળીને તે મથુરા નગરીમાં શ્રીદાસ રાજાની બંધુશ્રી નામની રાણીને પેટે પુત્રપણે અવતર્યો. તેનું નામ પાડયું નંદીવર્ધન. અનેક લાલનપાલનમાં ઉછરી કુમાર યુવાવસ્થા પામ્યો ત્યારે તે અંતઃપુરમાં
બીજા નંદીવર્ધન પ્રભુ મહાવીરના ભાઈ હતા. તેમનું ચરિત્ર લીધું નથી.
: