________________
૧૯૨
સૂર્યશ આશ્ચર્ય પામે. બંને ભાઈ પ્રેમથી મળ્યાં. સૂર્યશ પિતાનું રાજ્ય નમિરાજને સેંપી દીક્ષા લઈ ચાલી નીકળ્યો, માતા સાધ્વી મદન રેખા યુદ્ધ વિરામ કરાવી ત્યાંથી ચાલી ગઈ. નમિરાજ રાજ્યસુખ ભોગવવા લાગ્યા.
કેટલેક કાળે નમિરાજના શરીરમાં દાહજવર નામનો રોગ થયો, અનેક રાણીઓ આસપાસ બેસીને તેમને ચંદન બાવનાના તેલનું વિલેપન કરવા લાગી. રાણીઓએ હાથમાં કંકણો પહેરેલાં. તેલનું મર્દન કરતાં કંકણનો થતો અવાજ નમિરાજને દુ:ખદાયક લાગ્યું. તેથી તે અવાજ બંધ કરવા તેમણે રાણીઓને કહ્યું. રાણીઓએ ફક્ત એકેક કંકણ હાથ પર રાખી બાકીના કંકણો ઉતારી નાખ્યા. પરિણામે અવાજ બંધ થયે. નમિરાજને શાંતિ થઈ. તરતજ નમિરાજ વિચારમાં પડયાઃ અહો ! કેવી અનુપમ શાંતિ ! બધાં કંકણે કેવો કોલાહલ મચાવી રહ્યા હતા ! ખરેખર એકલપણામાંજ સુખ છે. નમિરાજના વિચારો વૈરાગ્યભાવમાં પ્રવેશ્યા. આ ધન, વૈભવ, નોકર ચાકર એ સર્વ માત્ર કોલાહલમય અને વિદનરૂપ છે. માત્ર એકાંત ભાવમાંજ પરમ સુખ છે. જે મહાર આ રોગ નાબુદ થાય તે જરૂર હું દીક્ષા લઈ એકાંતવાસ સ્વીકારું. આ પ્રમાણે વિચાર કરતાં તેને શાંત નિદ્રા આવી ગઈ. પ્રાતઃકાળ થતાંજ નમિરાજનો રોગ નાબુદ થયો. વીર પુરૂષો જે વિચાર કરે છે, તેને માટે તેઓ મક્કમજ હેય છે. નમિરાજે સર્વ રાજ્ય રિદ્ધિને ત્યાગ કર્યો. સ્ત્રીઓનાં, નગર જનોનાં સ્નેહમય વિલાપને છેડી, તેઓ આત્મકલ્યાણ અર્થે દીક્ષા લઈ ચાલી નીકળ્યા. તે વખતે તેમને દીક્ષા નહિ લેવા માટે દેવે આવી દશ પ્રશ્નો પૂછયા. (વિસ્તાર સુત્રમાં) તે સર્વના આત્માને લાગુ પડતાં યોગ્ય ઉત્તરો આપી નમિરાજે સ્વનિશ્ચયમાં મક્કમ રહી પ્રવજ્ય અંગીકાર કરી. સખ્ત તાજપ સંવર ક્રિયાઓ કરી, કૈવલ્યજ્ઞાન પામી તેઓ શાશ્વત સિદ્ધગતિને પામ્યા. ધન્ય છે પ્રત્યેકબુદ્ધ શ્રી નમિરાજને. હેમને આપણું અગણિત વંદન હો !