SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ થયા. તીર્થંકરની માતાની જેમ દેવાનંદાએ ૧૪ સ્વમ દીઠાં. ભિક્ષુક કુળમાં સર્વ તીર્થકરે કદી જન્મે નહિ, પણ આ વખતે એક અછેટું (આશ્ચર્ય) થયું જાણું, હરિણગમેષી દેવે ૮૨મી રાત્રીએ મહાવીરના આ ગર્ભનું સાહરણ કર્યું અને ક્ષત્રિયકુંડમાં ત્રિશલાદેવીની કુક્ષિમાં તે ગર્ભ મૂકો. તે વખતે ત્રિશલાની કુક્ષિમાં પુત્રીનો જે ગર્ભ હતો, તે દેવે દેવાનંદાની કુક્ષિમાં મૂકો, આ વખતે દેવાનંદાએ પ્રથમ આવેલાં સ્વપ્ન નાશ પામતાં હોય તેવાં સ્વપ્ન જોયાં, તેથી તેણે શેક કર્યો. ભ. મહાવીર કૈવલ્યજ્ઞાન થયા પછી એક પ્રસંગે માહણકુંડ (બ્રાહ્મણકુંડ)માં પધાર્યા. ત્યાં દેવાનંદા પોતાના સ્વામી સાથે પ્રભુના દર્શને ગઈ. ભગવાનને દેખી દેવાનંદાના સ્તનવિભાગમાંથી પુત્રપ્રેમની જેમ દૂધની ધારાઓ છૂટી. તેણીના અંગો પ્રકૃલિત થયાં. આ દેખાવ શ્રી ગૌતમે જોયો તેથી તેમણે ભગવાનને તેનું કારણ પૂછ્યું. ભગવાને કહ્યું કે તે આ ભવની મારી માતા છે, એમ કહી સર્વ હકીકત કહી. આથી દેવાનંદાને ઘણે હર્ષ થયો. તેણે દીક્ષા લીધી અને તેજ ભવમાં દેવાનંદા કર્મનો ક્ષય કરી મેક્ષ પામી. ૧૩૦ દ્રૌપદી. | ચંપા નામની નગરી હતી. તેમાં ત્રણ બ્રાહ્મણો રહેતા હતા. નામ. ૧ સેમ ૨ સોમદત્ત ૩ સોમભૂત. તેઓ ઘણુંજ ધનાઢય હતા. તેઓને ત્રણ સ્ત્રીઓ હતી. તેમના નામ અનુક્રમે. ૧ નાગશ્રી, ૨ ભૂતશ્રી, ૩ યક્ષશ્રી. એકદા તે બધાએ વિચાર કર્યો કે આપણી પાસે પુષ્કળ દ્રવ્ય છે. માટે વારાફરતી દરેક ઘેર બધાએ જમવું. તે પ્રમાણે એક પછી એક વારા ફરતી દરેકને ઘેર બધા સાથે જમતા. એક વખત નાગશ્રી બ્રાહ્મણને ત્યાં બધાયને જમવાનો વારો આવ્યું. નાગશ્રીએ ભાતભાતની સ્વાદિષ્ટ રસોઈ બનાવી, વળી ખૂબ સંભાર નાખીને તુંબડીનું શાક બનાવ્યું, સ્વાદ માટે ચાખી જોતાં તે શાક કડવું ઝેર જેવું લાગ્યું. તેથી વિચાર કર્યો કે આવું શાક હું
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy