SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ અને શ્રીરામના અત્યાગ્રહથી તેમણે પોતાના વચનનું પાલન કર્યું રામ, લક્ષ્મણ અને સીતા વન તરફ વિદાય થયા કે તરત જ પુત્રના વિરહશેકે દશરથરાજા મૂછ પામ્યા અને એજ સ્થિતિમાં મૃત્યુ પામ્યા. ૧૨૪ દશાર્ણભદ્ર ભ. મહાવીર ભરતક્ષેત્ર પર વિચરતા હતા. એ અરસામાં તેમને પરમ ભકત દશાર્ણભદ્ર નામનો રાજા દશાર્ણભદ્ર દેશને અધિપતિ હતો. તેને એવો નિયમ હતો કે “પ્રભુ મહાવીર હાલ કયા સ્થળે બિરાજમાન છે” એના વર્તમાન મળ્યા પછી જ તે જમતો. એક પ્રસંગે ભ. મહાવીર તેજ નગરીમાં પધાર્યા. ધામધૂમ પૂર્વક દશાર્ણભદ્ર પ્રભુને વાંદવા ગયા. આ વખતે તેમને અભિમાન થયું કે આવી મહાન ઋદ્ધિ અને શોભાથી મહારા સિવાય પ્રભુને કેણુ વાંદવા જતું હશે ? આ અધ્યવસાયની ખબર દેવસભામાં શક્રેન્દ્રને પડી, તેથી તે દેવે રાજાનું અભિમાન ઉતારવા એક ૫૦૦ મોઢાવાળા હાથી બનાવ્યા, અને દરેક મોઢામાં આઠ આઠ દંતુશળ સ્થાપ્યા. દરેક દંતુશળમાં આઠ આઠ વાવો બનાવી. દરેક વાવમાં લાખ લાખ પાંખડીવાળાં કમળો બનાવ્યા; તથા દરેક પાંખડીમાં નાટયપ્રયોગો ગોઠવ્યા. આવી દિવડે તે ભગવાનના દર્શને આવતા હોય તે તેણે દેખાવ કર્યો. આ જોઈ દશાર્ણભદ્ર રાજાનું માન ગળી ગયું. તપાસને અંતે તેને જણાયું કે, આ બધી વ્યુહ રચના દેવની છે; આથી તેણે દેવનું ભાન ભંગ કરવાનો નિશ્ચય કરી પ્રભુ પાસે આવી દીક્ષા લીધી. શક્રેન્દ્ર દીક્ષા લેવા માટે અસમર્થ હતા, તેથી તેણે દશાર્ણભદ્રના પગમાં પડી તેની ક્ષમા માગી. દશાર્ણભદ્ર ચારિત્રનું અદ્દભુત પાલન કર્યું, ખૂબ તપશ્ચર્યા કરી, અને કૈવલ્યજ્ઞાન પામી તેઓ મેક્ષમાં ગયા.
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy