________________
૧૧૩
પણ તે શ્રી કૃષ્ણની લબ્ધિતા છે, એમ કહી સવિસ્તર વાત કરી. ઢઢણે કહ્યું : પ્રભુ ! મને કયાં કમને કારણે આહારની પ્રાપ્તિ નહિ થતી હોય ! પ્રભુએ જવાબ આપ્યાઃ–મગધ દેશના પૂર્વાર્ધ નગરમાં પૂર્વભવે તું પારાશર નામે એક સુખી ખેડૂત હતા. તારા તાબામાં ૬૦૦ હળ હતા. એકવાર હળ ખેડનાર ૬૦૦ માણસા માટે ભાત આપ્યું. સખ્ત ઉનાળા હતા; ખેડૂતો થાકી ગયા હતા, છતાં તે એ બધાને ખેતરને એક આંટા વધુ ફેરવી ભૂખનું દુઃખ આપ્યું. આ રીતે તે ૬૦૦ ખેડૂત અને ૧૨૦૦ બળદ એમ ૧૮૦૦ જીવાને ભાત પાણીના અંતરાય પાડ્યા. તે નિકાચિત કર્મનું ફળ હે મુનિ, આ વખતે તમારે ભાગવવું પડે છે. મુનિ ચેત્યા. તેમણે લાવેલા લાડુ ભુક્કો કરી એક જગ્યાએ પરાવી દીધા, અને પશ્ચાત્તાપની ભાવના ભાવતાં આત્માની અદ્ભુત શ્રેણિમાં પ્રવેશ્યા, કે તરત જ તેમને કૈવલ્યજ્ઞાન થયું. કેટલેાક વખત કૈવલ્યપણે વિચરી તે
મેાક્ષમાં ગયા.
૧૧૬ તામલો તાપસ.
જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં તામ્રલીપ્તી નામની નગરી હતી. તે નગરીમાં મૌર્ય પુત્ર તામલી નામના મહાઋદ્ધિવંત ગાથાપતિ રહેતા હતા. એકવાર મધ્યરાત્રીએ હેને એવા વિચાર થયા કે મેં પૂ જન્મમાં દાનાદિ સુકૃત કર્યું છે. તપશ્ચર્યા કરી છે. તેનાં શુભ ફળ અત્યારે હું ભાગવી રહ્યો છું. તા હવે મ્હારે આ જન્મમાં પણ પરભવને માટે શુભ કૃત્ય કરવું જોઈએ.
સૌંદય થયા. તામલી ગાથાપતિ સ્વસ્થ થયા. જ્યેષ્ઠપુત્રને એલાવી આત્મસાધના કરવાના વિચાર જણાવ્યેા. જ્યેષ્ઠપુત્રને ગૃહફાય ભાર સોંપી સન્યસ્થ-ધર્મની દીક્ષા લઇને તે ચાલી નીકળ્યું. હાથમાં કાષ્ટનું પાત્ર રહી ગયું છે. પગમાં પાદુકા હેરી છે. ભગવાં