SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ તેને ઘેર પહોંચાડે. માતપીતાને તે મળે અને સઘળી વાત નિવેદન કરી. કાળાન્તરે તે ધર્મધ પા અને દીક્ષા લીધી. યાવત્ તે મોક્ષગતિને પામશે. ન્યાય—હે આયુષ્યવંત શ્રમણો! જેવી રીતે જનરક્ષ કામ ભોગમાં મૂર્શિત બનીને, દુ:ખી થયો; તેમ તમે દીક્ષા લઈને મનુષ્યના કામભાગમાં આશકત બનશે, તે આ ભવમાં નિંદા પામશે અને પરભવમાં દુઃખી થશો. જેમ જીનપાળનું એક રૂંવાડું પણ ચલિત ન થયું, તેથી ચશે તેને ચંપાનગરીમાં પહોંચાડો તેમ તમે આશક્ત નહિ બને તે પરમસુખાકારી સિધ્ધગતિને પામશો. ૧૧૨ રણ શેઠ, પ્રભુ મહાવીરના વખતમાં વિશાળા નામક નગરીમાં છરણ નામના શેઠ હતા, તે જૈન ધર્મના આસ્તિક અને સંત મહાત્માઓના પૂર્ણ ભકત હતા. ભ. મહાવીર છત્મસ્થાવસ્થામાં વિશાળા નગરીમાં એક વખત ચાતુર્માસ રહ્યા. હેમના દર્શને વારંવાર રણશેઠ જતા અને પ્રભુને વિનતિ કરતા કે પ્રત્યે ! આ સેવકને કઈવાર પારણાનો લાભ આપી ઉપકૃત કરશે. પ્રભુ ધ્યાનમાં હોય, તેથી કાંઈ બોલે નહિ. છરણ શેઠ હરહંમેશ ભાવના ભાવ્યા કરે કે પ્રભુ મહાવીર જેવા મહાપુરૂષ પારણાને દિવસે ગૌચરી અર્થે મારે ત્યાં પધારે તે ભારે મનુષ્ય જન્મ સાર્થક થાય. એમ ચિંતવતા ચિંતવતા કારતક વદિ એકમનો દિવસ આવ્યો. તે દિવસે પ્રભુને પારણું કરવાનું હતું. જીરણ શેઠે વિચાર્યું કે મહારાં એવાં ભાગ્ય કયાંથી હોય કે પ્રભુ આ દિવસે મારે ત્યાં પધારે અને મને પાવન કરે ! આ જાતની ભાવનામાં છરણ શેઠ તલ્લાલીન છે, તેવામાં જ પ્રભુ મહાવીર ફરતા ફરતા પુરણ નામના શેઠને ત્યાં જઈ ચડયા. પુરણ શેઠનું ઘર છરણશેઠના ઘરની સમીપમાં જ હતું, તેમ પુરણ શેઠ સંતભક્ત પણ ન હતો,
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy