________________
આ ગ્રંથમાં ૩૨ આગમેમાંના કથા-સાહિત્યની માત્ર ૨૪૩ વાર્તાઓ આપવામાં આવી છે, અને અમારે મને આમાં જાણવા લાયક લગભગ સઘળી વાર્તાઓનો સમાવેશ થાય છે. કેટલાંક પાત્રાનું ચરિત્ર મુખ્ય વાર્તાના અંતરભાગમાં ગૌણ વાર્તા તરીકે આવી જાય છે. દાખલા તરીકે હલકુમાર, વિહલકુમાર, પિટિલા વગેરે; તેથી તે અલગ આપેલ નથી. ઉપરાંત કેટલાંક ટુંક ચરિત્રો કે જેની સ્થળ, દીક્ષા અને મોક્ષ સિવાય અન્ય કશી માહીતિ સૂત્રોમાં નથી, તે આમાં ઉધૂત કર્યા નથી. દાખલા તરીકે શ્રેણિક રાજાના પુત્રો તથા રાણીઓએ લીધેલી દીક્ષા અને તેમનું મોક્ષગમન, કૃષ્ણની રાણુઓની દીક્ષા અને તેમનું મોક્ષગમન, કેટલાક સાર્થવાહના પુત્રોની દીક્ષા અને તેમનું મેક્ષગમન, વગેરે.
આ કથાગ્રન્થમાં ૨૪ તીર્થકરે, ચક્રવર્તીઓ, બળદે, વાસુદેવ, પ્રતિવાસુદેવ, ભ. મહાવીરના ભક્તરાજાઓ, દશ ઉપાસકો, ચાર પ્રત્યેક બુદ્ધ, ૧૧ ગણધરદેવ, અનેક તપસ્વી મુનિવર અને મહાસતીઓ, આદર્શ ગૃહસ્થ અને સન્નારીઓ વગેરેના વૃત્તાંત આપવામાં આવ્યા છે. તે સાથે કથાઓ પરથી નીકળતો ન્યાયસાર પણ કેટલીક વાર્તાઓને અંતે આપવામાં આવ્યો છે, જેથી વાચકને પાત્રોના ઉજજવળ અને પ્લાન એ બંને પ્રકારના ઉલ્લેખનીય જીવનમાંથી સુયોગ્ય પ્રેરણા મળી શકે.
જો કે આમાંની પ્રત્યેક કથાની નીચે સૂત્રધાર ટાંયે નથી; પણ લગભગ આમાંની ઑટા ભાગની કથાઓ શ્રી ભગવતી, ઉપાસક દશાંગ, સૂત્રકૃતાંગ, નિર્યાવલિકા, અનુત્તરવવાઈ જ્ઞાતા, અંતગડ, વિપાક, ઉત્તરાધ્યયન આદિ સૂત્રોની છે. માત્ર થોડી એક કથાઓ જેવી કે-સુભદ્રા, સ્થૂળીભદ્ર, સુદર્શન, વગેરે કથા ગ્રંથની છે. બીજી ડી એક વાર્તાઓ જેનું આગમમાં પણ અધુરું ચરિત્ર જોવામાં આવે છે, અને તે પૃથફ પૃથફ સ્થળે થઈ પૂર્ણ તારવી શકાય છે તેવાં થોડાંક ચરિત્રાની પશ્ચાત અને અધુરી હકીકત ગ્રંથ દ્વારા મેળવીને પૂર્ણ કરવામાં આવી છે, તે સાથે ન્યાય