SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તારીસમું અધ્યયન ૪: સમ્યફ દ૭ આપત્તિનું નિવારણ અને સંપત્તિની પ્રાપ્તિ હવે અહીં દરેક તીર્થકર સભા સમક્ષ ધર્મની પરીક્ષા જણવતાં સાધુ શું બતાવે ? આપત્તિનું નિવારણ અને સંપત્તિની પ્રાપ્તિ. હવે આપત્તિને નિવારણમાં, જન્મ, જરા, મરણ, શેક, આધિ ને વ્યાધિરૂપ આપત્તિ જગતના સર્વ જીવોને લાગેલી છે, તેથી પ્રથમ તમે એ સમજો કે ભારે આત્મા દરેક ભવમાં ભટકવાવાળો, ઉત્પન્ન થવાવાળો હોવા સાથે જન્મ, જરા, મરણના ચક્કરમાં ચગદાયેલો છે, માટે અનિષ્ટ તત્વ જગતમાં જે કોઈ હોય તો તે જન્મ, જરા, મરણ આદિ છે. આને અંગે પ્રથમ ત્રણ અધ્યયન કહ્યાં છતાં સંપત્તિની પ્રાપ્તિ ન થાય તે પછી અનિષ્ટના નિવારણ અર્થ ? આત્માના ત્રણ અખૂટ ભંડાર હવે ચેકીદાર રાખવા તે ક્યારે શોભે ? જે માલ હોય તે જ. વગર માલે ચોકીદાર રાખવા તે મૂર્ખાઈ ગણાય. હવે અહીં આત્મામાં સમૃદ્ધિ હોય તે તેના ચેકીદારે કામના. અહીં આત્માના ત્રણ અખૂટ ભંડાર છે. હવે તે કેળવતાં ન આવડે તે શું કામ લાગે ? તે આત્માનું સ્વરૂપ એવું છે કે એક વખત પણ મળે, જોઈતા પ્રમાણમાં પણ મળે અને અખૂટપણે પણ મળે. એનાં જ શાસ્ત્રીય નામે. પથમિક, ક્ષાપશામક અને ક્ષાયિક રૂપે છે. હવે અહીં એક વખત. મળે તે પથમિક અને જોઈતા પ્રમાણમાં મળ્યા કરે તેનું નામ ક્ષાપશમિક, અને મળેલ ભંડાર અખૂટ રહે તે જ ક્ષાયિક છે. આવી રીતે શાસ્ત્રીય પરિભાષાના ત્રણ શબ્દો છે. હવે આત્માના નિશ્ચયમાં એક વખત મજબૂતી આવે તેનું નામ જ પશમિક સમ્યક્ત્વ, નિશ્ચયમાં ડગમગતા આવે તેનું નામ ક્ષાપશમિક અને જેમાં ચાહે તેવાં અને ચાહે તેટલાં ડગમગવાનાં સ્થાને આવે તે પણ ડગમગે જ નહિ, કશી ખામી ન આવે તેનું નામ જ ક્ષાયિક. આવા ત્રણ ત્રણ પ્રકારે દર્શન અને ચારિત્રમાં બને, પણ જ્ઞાનમાં ત્રણ પ્રકાર ન થાય.
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy