SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન શમિક સમ્યફલ. મંદ, ડગુમગુ અને લાંબા કાળનો નિશ્ચય તેનું નામ ક્ષાયોપથમિક. હવે જે નિશ્ચય મજબૂત અને સર્વ કાળ રહે તેનું નામ ક્ષાયિક સમક્તિ છે. અહીં પારિભાષિક શબ્દ સાંભળીને તમને કદાચ ગભરામણ છૂટતી હોય અગર મુશ્કેલી લાગતી હોય તો તેને તમે કોરાણે મૂકો પણ દુનિયાદારીના હિસાબે લો તે નિશ્ચય કરે પણ ક્ષણમાં ડગમગી જાય. યુદ્ધમાં જેમ પ્રથમ શૂરવીરે વાજાં વગાડીને રણની ટોચે જાય ખરા પણ ઘેરે આવેલો દેખે ત્યાં હથિયાર મૂકી દે. અહીં નિશ્ચય મજબૂત છતાં પાછળ મીડું હોય તે નકામે. હવે વ્યાપારી નિશ્ચયમાં દેશદેશમાં ફરી અમુકનો વ્યાપાર તેડી નાંખવા ધારે, તેમ અહીં લાયોપથમિક નિશ્ચય બને, એટલે ઘડીકમાં વધઘટે. આવા નિશ્ચયે તેનું નામ જ ક્ષાપશમિક શા છે. હવે અમુક લશ્કરમાં વીજળીક ઝડપ હોય એટલે જીતવું, પાછા હઠવું નહિ અને મરવું પણ નહિ. આવા દઢ નિશ્ચયવાળાઓને આત્માના કલ્યાણ માટે, દુર્ગતિને ટાળવા માટે જે નિશ્ચય થાય તેનું નામ જ ક્ષાયિક સમ્યક્ત્વ. એટલે તેવા કાર્યમાં ઝંપલાવે અને તે પૂર્ણ જ કરે. ઔયમિક, ક્ષાયિક અને ક્ષાપશામિક ચારિત્ર આવી રીતે ત્રણ સમ્યફ નિશ્ચયને અંગે જણાવ્યાં છતાં તે વાસ્તવિક જ્યારે ગણાય ? નિશ્ચય કરનાર તે પ્રમાણે સાધને મેળવે ત્યારે તે શેખચલ્લીની ગણતરીમાં ન આવે. પણ સાધન ન મેળવે તો તે શેખચલ્લીમાં ગણાય. હવે સાધન એવું ઊભું કરેલ હોય કે તે ક્ષણિક હેય. કેટલાંક એવાં હોય કે ડગમગે અને ચાલ્યા કરે. કેટલાંક સાધને એવાં હોય કે જાણે એકસરખી વીજળીક લશ્કરી ટુકડીએ. અહીં આ ત્રણનું નામ આપશમિક, લાયોપથમિક અને ક્ષાયિક ચારિત્ર. આ ત્રણે ત્રણ પ્રકારનાં યુદ્ધ જેવાં સમજવાં. આ દુનિયા દારીની સાથે વાત કરી લઈએ તેમ આત્માની સાથે પ્રતિબંધ કરનારા કોણ? સમકક્ષાના યુદ્ધને અંગે ચાહે તેવી વાત કરે તે ચાલે પણ આત્માને સામે પક્ષ કોણ? નિર્જીવ પક્ષની સામે લડવાનું બને કેમ?
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy