SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ પડશક [ વ્યાખ્યાન શાસ્ત્રીય વિચારોને જોઈ તપાસીને આગમ તત્ત્વને માને તે બુધ, એટલે પરીક્ષામાં પ્રધાન હોય તે બુધ, આત્મીય પરીક્ષામાં ઉતરે તે બુધ. આવી રીતના ત્રણ પ્રકારે આગળ પણ જણાવી ગયા છીએ. આમ હેવાનું કારણ? બાળક આવું જુએ અને આ જ જુએ, તેમ મધ્યમ અને બુધ માટે પણ નિયમ બાંધવાનું કારણ શું? શું તમે રોકવા માંગે છે ? તે અમે બાળકને વિચાર કરવા જતો હોય તે રક્તા નથી તેમ નિષેધ પણ કરતા નથી, પરંતુ એ કહે જ નહિં એની એ તાકાત જ નથી. કારણુ બાળક કહેવાય ત્યાં સુધી કે જેના પ્રયત્નોમાં સુંદરતાનો નિયમ નહિ. જેમ હળીને દહાડે ધૂળ ઉછાળે અને દીવાળીના દિને લુગડાં લત્તા શણગારીને પહેરે. તેનો પ્રયત્ન સર્વથા. શુભ જ હોય એ ન બને. તેમ અહિં જે બાળક ધર્મપરીક્ષામાં ઉતરતે હોય છતાં તેના પ્રયત્નનું સુંદરપણું ન હોય, એટલે જેના વિચારોની સુંદરતા ન હોય તે પરિણમવાળે તો હેય જ કયાંથી? તેને તે માત્ર વ્હારના સંગે જઈને કહેવું પડે. જેમ કે તપવાળ, ચઉવિહારવાળો, રાત્રિભોજન ત્યાગવાળો દેખીને ધન્યવાદ આપે. માત્ર હારના સંયોગ જોઈને ધન્યવાદ આપે પણ અંદરખાનાની કોઈ પણ બાબત ન જુએ, અને તેથી તે પંચાગ્નિ તપસ્યાદિની ફસામણમાં આવી જાય. તમારી તપસ્યા દેખીને દુઃખ થાય, તેના કરતાં પંચાગ્નિ તપ જુએ તે વધારે દુઃખ દેખી તેને ધર્મ માને એટલે બાળક સુંદર જ પ્રયત્નમાં હોય એ નિયમ નહિ. એટલે બાહ્ય સંગિક આચારને દેખી જ્યાં ધસવાનું થાય ત્યાં ધસે. પ્રભુવીરના વખતે, એક ગામમાં તળાટી છે તેને છોકરે વડેરની સેવાના સિદ્ધાંતવાળે છે, જ્યાં માબાપની સેવા કરે છે ત્યાં અભયકુમાર આવી ચડ્યા, ત્યારે આ અભયકુમારની સેવામાં પડ્યો. કારણ માબાપ પણ તેમની સેવા કરે છે. તેમ શ્રેણિકની સેવાને પ્રસંગ આવ્યા યાવત્ પ્રભુ વીરની સેવા કરી. જેની સેવા કરવી હોય તેના ઘરની મર્યાદા જાળવીને થાય, નહિ તે બલાડીને બગલા જેવું થાય. બલાડીએ થાળીમાં પીરસીને બગલાને ખાવા કહેલું તે કામ ન
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy