SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ હશક તે વ્યાખ્યાન કબીલાના રહેવાના નથી તેમ તે પણ આપણા હમેશાં રહેવાના નથી. જિંદગીમાં જે પોતે કર્મો કરેલો છે તેને અનુસાર જ જીવને જવું પડે છે. એટલે આવતી ગતિને માટે દેરનાર કોણ? એટલે શરીરભવધન-માલ, કુટુંબ કે સ્ત્રી જુદાં પહશે તે વખતે આપણાં કર્મો જ આગળની ગા માટે દોરશે. કર્મો વિના કોઈ બીજું દેરનાર નથી. સર્વ મેલીને જવાનું છે. તેના ઉપર સુખની ઈચ્છા રાખી તે આ ભવ પૂરતી–જિંદગીના છેડા સુધી. પણ આગળ શું ? કહે કે સુખ જોઈએ સર્વકાળનું અને સાધન મેળવે છે આ ભવનું, તો એ કેમ બને? તે સાધન એવું મેળવે છે સર્વકાળ માટે સુખ એક સરખું રહે. તે સાધન કયું? તો ધર્મની બૅક્ર. જે આવતા ભવમાં જવાબ દેશે, ધન–માલ, કુટુંબ, સ્ત્રી આદિ પરભવમાં જવાબદાર નથી માટે ધર્મ જ પરભવમાં જવાબદાર છે અને તેમાં લેકોની લાગણી ધર્મ પ્રત્યે થાય તે આશ્ચર્ય નથી અને તેથી આયે માત્ર ધર્મશાબ્દ સાંભળી ખુશ થાય છે, કંધે ભરાતું નથી. હવે ધર્મ આટલો વહાલે છતાં એક વાત ધ્યાન રાખવી કે જેમ વસ્તુ કિંમતી વધારે તેમ ઠગાઈને ડર વધારે. હીરા, મોતી, સોના-ચાંદી સર્વ બનાવટી થયા પણ ત્રાંબું, લોઢું કે ધૂળ બનાવટી નથી થતાં કારણ કે કિંમતી નથી. જેની કિંમત વધારે હોય તે વધારે બનાવટવાળું હોય. હવે અહિં ધર્મ કિંમતી છે. કિંમતી કેમ? તે પૈસાની ત્રણ પાઈઓ હેાય તો તેમાં કિંમતી પૈસે જ ગણાય, કારણ એકથી અનેક થયો તેમજ રૂપીઆના આનામો–રૂપીઓ કિમતી. જેનાથી વધારે મળે તે વધુ કિંમતી ગણાય, તેમ અહિં પણ આ ધર્મ એ મનુષ્યપણું, પંચેન્દ્રિયપણું, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, જાતિ, ધનમાલ, શ્રી કુટુંબ અને તમામ સુખની સામગ્રી મેળવી દે એટલે તે ધર્મને પછી કિંમતી કહેવો જ પડે. હવે જેના થી અનેક વસ્તુ મળતી હોય તે મૂળ વસ્તુ કિંમતી લેખાય. સામાન્ય દષ્ટિએ વિચારીએ તે પણ ધર્મ કિંમતી લાગ્યા વિના ન જ રહે. હવે ધર્મ જ પરભવમાં સાથે આવનાર અને તે ધર્મ જ ભવભવ માટે
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy