________________
૧૦
શ્રીઆચારાંગસૂત્ર
[ વ્યાખ્યાન
નિરાંત, ઓડકાર કે પેશાબથી તેટલી નિરાંત ન ગણીએ. હવે મિથ્યાત્વ–મેહનીયના ત્રણ ભાગ કરીએ. તેમાં જે શુદ્ધ તે સમકિત, અર્ધશુદ્ધ તે મિશ્ર, અને હતા તેવા રહેવા દે તે મિથ્યાત્વ. હવે પેશાબદ્વારા કે ઓડકારધારા જે વાયુની ગતિ થાય તેનાથી તે પાછો ઊભો થવાને ભય, પણ વાછૂટદ્વારા નીકળેલ વાયુ પુનઃ ઊભો ન જ થાય. તેમ અહીં પણ મિથ્યાત્વનાં પુગનાં ત્રણ ભાગ પડે છે. કયારે ? તો કહે છે કે-જેમ જાયફળના કવાથે ઊલટી રેકાય તે જ ભાગ પડે. હવે ઓડકાર, પેશાબ કે વાછૂટકાર ખુલાસે કવાથ લે તે જ થાય. હવે વાયુના જેમ વિભાગ થાય છે તેમ આ જીવ જ્યારે જિનેશ્વરનાં વચનરૂપ જાયફળ પામે અને મિથ્યાત્વવાયુના ત્રણ ભાગ કરે ત્યારે જ આ સમ્યક્ત્વના ભાગ પડે. : ક્ષાણિક અને ક્ષાપશામક સમ્યકૃત્વ
હવે જેમ ખારી જમીનમાં આવેલો દાવાનલે ચૂપ રહે તેમ અહીં પણ પથમિક સમિતિ પામે તે મિથ્યાત્વને ઉદય નથી એથી જ. હવે મિથ્યાત્વનો ઉદય ન હોય તે રૂપ જે સમક્તિ આવે તેનું નામ જ પશમિક સમ્યફત કહેવાય. તે આવતાંની સાથે ત્રણ ભાગે કરે. શુદ્ધ, મિશ્ર અને અશુદ્ધ-એનાં જ નામે સમક્તિ-મેહનીય, મિશ્ર અને મિથ્યાત્વ–મોહનીય, એ ત્રણ નામે ભેદે છે. ઊલટીના દરદવાળાને જાયફળથી આરામ થાય પણ જે કુપથ્ય આવે તે પાછી ઊલટી થતાં વાર ન લાગે, તેમ આ પથમિક સમ્યકત્વની સ્થિતિ એવી છે કે જે સીધે રસ્તે જાય તે મોક્ષે પહોંચે પણ જે કુરસ્તે જાય તે પાછે ગબડે. હવે ક્ષાયિક અને ક્ષાયોપથમિક સમ્યક્ત પણ છે. સીધે રસ્તે પહેચાડે તે ક્ષાયિક અને વચ્ચે પાડે, વળી વચ્ચે ઊંચે ચઢાવે તેનું નામ ક્ષામમિક. આવી રીતે આ ત્રણ પ્રકારનાં સભ્યફત કહ્યાં. તેમાં પ્રથમ પથમિક શું કામ કરે અને તેનાથી શું ફાયદો ઉઠાવ તે વગેરે જણાવી, ક્ષાયિક અને ક્ષાયોપથમિકથી શું કામ થાય તે વગેરે અધિકાર અત્રે જણાવાશે.