________________
२२०
શ્રીઆચારાંગસૂત્ર | [ વ્યાખ્યાન નથી એમ બીજા જાણે નહિ. આ છદ્મસ્થ છે એમ જાણે જ નહિ એવી રીતે તેઓ તત્વનું નિરૂપણ કરે છે.
સગર, બ્રહ્મદત્ત, સુભૂમ એ ચક્રવર્તી થવાના હતા, તે એમ કહેતા હતા કે હું ચક્રવર્તી છું? અને ચક્રીપણાને તેઓ શોધવા ગયાં હતા ? નહિ જ. સર્વ જીવોના અસંખ્યાતા ભવને જાણનાર અને શંકાનું સમાધાન કરનારો હું તમને કહું છું તે જ હું.
પ્રશ્ન: આખું આચારાંગ શરૂ કરતાં તો કહેવું જોઈતું હતું તે આ વચ્ચે કેમ કહ્યું? ૧-૨-૩ અધ્યયનમાં “થ નહિ અને ચોથા અધ્યયનમાં “જળ કેમ કહ્યું ?
ઉત્તર: પ્રથમ અધ્યયન શરૂઆતનું છે માટે વિશે” “હવે” ન કહેવાય. પહેલાના ત્રણ અધ્યયને અનિષ્ટ નિવારણવાળા હતા. ચોથા અધ્યયનમાં આ ઈષ્ટપ્રાપ્તિ જણાવી. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રરૂપણું જણાવી તેમાં પહેલા ત્રણ અધ્યયનમાં તે એકની એક જ વસ્તુ જણવવાની હતી તેથી જ કહેવાની જરૂર નહતી. '
“તીર્થકરોનું કહેલું જ સાચું” એ સમક્તિ માનવું. શ્રદ્ધા એ જ સમકિત કહ્યું.
પ્રશ્નઃ ભૂતકાળમાં તીર્થકરેએ કહ્યું, વર્તમાનમાં તીર્થકરો કહે છે તે ઠીક, પણ ભવિષ્યકાળમાં કહેશે તે કેમ મનાય ? - ઉત્તર: તે તે કાળની અપેક્ષાએ વર્તમાનપણું લઈ કૃદન્ત કરવું પડે છે તેથી અહીં તે તે કાળનું વર્તમાનપણું લઈ વર્તમાનકાળને પ્રયોગ કર્યો છે. તે ભવિષ્ય તથા ભૂતકાળમાં પણ તેમજ પ્રરૂપણ કરે છે.
ક્ષાપથમિક ભાવ અને ઔદયિકભાવ
હવે જે જે મતવાળા પિતાના માલિકને કર્તાપણું માને તેને તીર્થકર તરીકે લઈ લેવાય નહિ તે અહીં ક્યા લેવા તે માટે કહે છે કે સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપણાને પ્રાપ્ત કરવાની કોઈ કર્મની પ્રકૃતિ નથી, પણ તે ક્ષાયોપથમિક ભાવથી જ પ્રાપ્ત થાય છે.