________________
૧૯૪
શ્રીઆચારાગસૂત્ર [ વ્યાખ્યાન તે જ આવું કહેવાને હકદાર છે, પણ જેને ભૂત કે ભાવિ કાળનું જ્ઞાન નથી તેઓ બબડે તો કોઈ પણ માને નહીં. હવે અહીં સર્વકાળને ન જાણે, તેના હકો, ફળ કે નુકશાનને ન જાણે તેઓ સર્વકાળના હકની વાત કરે તે નકામી છે.
કેવલજ્ઞાની તીર્થકરે જણાવેલ ધર્મ હવે આ પવિત્રમાં પવિત્ર ઢઢરે તે જ ધર્મ. વળી તે ધ્રુવ, નિત્ય અને શાશ્વત હોવા સાથે કોઈ રેંચિયાપૅચિયાએ જણાવેલ નથી, પણ જેઓએ ચૌદ રાજલોકના અનંતાનંત જીવોનું સર્વ પ્રકારે જ્ઞાન મેળવેલું છે, વળી અનાદિ અનંત સ્થિતિ તરીકે તેટલા કાળના પર્યાય તરીકે જેને જ્ઞાન છે તેમણે એ જણાવેલું છે. - “ ર” શબ્દ મૂકવાનું કારણ
હવે અહીં લોકને જાણેલ છે, તે પછી “જિ ” ન કહેતાં “ ર” શબ્દ ના કેમ વાપર્યો ? અહીં સમ શબ્દ એકીભાવમાં છે, તેના કવ્ય, ગુણ, પર્યાનું તન્મયપણું જણાવે છે. એટલે દ્રવ્ય પર્યાય જુદા નથી એમ જણાવવા માટે, સમ્યફ જાણવા માટે “ વ” શબ્દ મૂકેલ છે. તેથી કેવલજ્ઞાન પામીને ચૌદ રાજલોકને જાણેલ છે. હવે અનંત કાળના અનંત દ્રવ્ય પર્યાયોને તેજ જાણી શકે કે જેને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તેથી અહી આખા લેકને, સ્થાવર અને જંગમ બંને પ્રકારના છ-પદાર્થોને સર્વ કાળના અવસ્થાએ જાણીને તીર્થંકર મહારાજે ધર્મરૂપે આ ઢઢેરે કહેલ છે.
વીતરાગ અને સારા ગામની પીડા એ કેમ?
હવે અહીં તીર્થકર મહારાજને પછી શી પડી હેય ? આખું જગત મરે કે છે અથવા જગતની ઊથલપાથલ થાય તેથી તેમને શું? પારકી પંચાતમાં પડે તેથી શું ફાયદો ? ઘરધણી ઘરનું, દેશધ દેશનું સંભાળે પણ અહીં આખા જગતનું સંભાળીને કામ શું ?