________________
ચેત્રીસમું ] અધ્યયન ૪ઃ સમ્યક્ત્વ ૧૨૯ માથે પણ વકીલને કંઈ નહિ. જવાબદારી, જોખમદારી તે વાદીની હોય. વકીલ તે માત્ર ને ઘરાક. હવે અહીં પોતે આચરવા દ્વારા . નિરૂપણ કરી બતાવે છે એટલે હેતુયુક્તિદ્વારા ફળ જણાવવા સાથે પોતે અનુભવેલું છે એ સાક્ષાત કહે છે. આવી રીતે સર્વ તીર્થકરે હેતયુકિતદ્વારા વસ્તુનું પ્રતિપાદન કરી પોતાના આચારમાં અનુભવેલું સિદ્ધ કરી બતાવે છે.
પ્રાણ, છ, સત્ત્વ અને ભૂત એટલે? * હવે જીવ માત્રને અંગે ભૂત, જીવ, પ્રાણ અને સત્ત્વ આ ચાર " શબ્દો છે. હવે જગતના મુદ્દાને અંગે લઈ આવીએ ત્યારે પારિભાષિકપણે તેને અર્થ જુદો થાય છે. પ્રાણાઃ એટલે બેઈદ્રિય, તેઈન્દ્રિય,
ઉરિંદ્રિય આ ત્રણ પ્રાણ શબ્દથી કહેવાય, જે જૈન પરિભાષામાં વિલેંદ્રિય કહેવાય. પચેંદ્રિયો તે જીવ કહેવાય. પૃથ્વી આદિ સર્વ કહેવાય, અને વનસ્પતિ તે ભૂત કહેવાય. અહીં સામાન્ય રીતે સર્વ શબ્દો જીવને કહેનારા લેવા પડે છે. * તમામ પ્રાણુઓ શ્વાસની ક્રિયાવાળા છે
પ્રાણ કોને કહેવા અને પ્રાણને હણવાને પ્રસંગ ક ?. કે જેને લીધે પ્રાણ ન હણવાનું વિધાન કરવું પડે. હવે પ્રાણને સમજવામાં ન આવે, તેને હણવાથી શું નુકશાન એ ન જાણવામાં આવે ત્યાં સુધી તેના નિષેધને પ્રસંગ ખ્યાલમાં ન આવે. હવે પ્રાણ હણવાથી થતું નુકશાન ખ્યાલમાં આવે તે જ નિષેધ કર્યો કામ લાગે. હવે પ્રાણુ શબ્દથી શું ? સદ્ અને એટલે શ્વાસ ધારણ કરનારા જેટલા જીવો તે સર્વ પ્રાણીઓ છે. જે કે દુનિયામાં આપણે જે શ્વાસ ઓળખીએ છીએ તે પ્રગટ થયેલો. આજકાલ નવી શોધે પણ વનસ્પતિને શ્વાસ નક્કી કર્યો છે, તે શ્વાસોશ્વાસ લે છે અને તેની ક્રિયા પણ કરે છે તેવી રીતે પૃથ્વી, પાણી આદિ સર્વે જીવોમાં શ્વાસની ક્રિયા છે. આથી તમામ પ્રાણુઓ શ્વાસની ક્વિાવાળા છે.