________________
છતાં-નિશ્ચય નયથી સમજવા જેવી બાબતો તરફ દુર્લક્ષ્ય રાખેલ નથી. ક્યાંક ક્યાંક એ દષ્ટિથી પણ નિરૂપણ કરેલું છે.'
મુદ્રિત આવૃત્તિઓ અને આ સંસ્કરણ આ ગ્રંથ ગુજરાતી ભાષાંતર સાથે જુદી જુદી રીતે બહાર પડેલે છે. છતાં, તે વાંચવો ને વિચારો દુર્લભ રહ્યો છે.,
તેથી જેમ બને તેમ આ સંસ્કરણ, વાંચવા સમજવામાં સરળતા પડે, તેવી રીતે વિષયે છુટા પાડીને છપાવવા કોશીષ કરી છે. પરિશિ અનુક્રમણિકા, પ્રસ્તાવના વિગેરે પણ સરળતાથી ગ્રંથ સમજવામાં સહાયક થાય, તેવી કોશીષ કરી છે. એમ વાંચકો બરાબર જોઈ શકશે.
ગ્રંથકારશ્રીએ પોતે જ લીધેલા જુદા જુદા શાસ્ત્ર ગ્રંથ વિગેરેના અવ તરણે જેમ બને તેમ નામનિર્દેશ સાથે જુદા જણાઈ આવે તેમ બતાવવા કોશીષ કરી છે. - - ૧૦. હજી વધારે વિશિષ્ટ સ્વરૂપનું સંપાદન જરૂરી છે
છતાં કહેવું જોઈએ કે–હજી આ ગ્રંથનું પુનઃસંપાદન એવું થવું જરૂરી જણાય છે, કે–થકારના દરેક અવતરણે, શાસ્ત્ર ગ્રંથાતરના પાઠે વિગેરેના પૂરા નામ અને યોગ્ય સ્થળના નિદેશે સાથે સંપાદન કાર્ય થવું જોઈએ.
તથા ગ્રંથકારશ્રીએ જેમ બને તેમ વૃત્તિમાં પણ બીજા શાસ્ત્રોમાંથી ઘણા પાઠે લીધેલા જણાય છે. તે આ સંસ્કરણમાં બધા સ્પષ્ટ રીતે જુદા પાડી બતાવાયા નથી. તે જુદા પાડી બતાવવા જરૂરી ગણાય.
ઉપરાંત, શ્રી આગમોથી માંડીને, શ્રી પૂર્વાચાર્ય મહારાજાઓના અનેક શાસ્ત્ર ગ્રંથમાં આ વિષયને લગતી બાબતોના પાઠે, સમજ પડે તેવી રીતે પાછળ પરિશિષ્ટમાં બતાવવા જરૂરી ગણાય.
જેથી આ વિષયની રજુઆત બહુ જ સારી રીતે થઈ ગણાય. જોકે–આ સંસ્કરણમાં તે દિશામાં થોડા પ્રયત્ને દેખાય છે. પરંતુ તે પૂરાં થાય તે યોગ્ય ગણાય. તેમ છતાં ચાલુ વ્યવહારમાં આ બાબતે ટૂંકમાં સમજવા માટે ગ્રંથ ઘણે જ ઉપગી છે. તેમજ સહાય કરનાર છે. તેમાં બે મત નથી.
ગ્રંથકારશ્રીએ જેમ બને તેમ વૃત્તિની રચના લગભગ ૯૦૦ લેકમાં સમાવી અતિસંક્ષેપમાં કર્યો છે, છતાં ઘણું ઘણું સમજાવી દીધું છે.
૧૧. ગ્રંથનું નામ જૈન શાસન ધર્મદ્રવ્યવ્યવસ્થા વિચાર સમિતિક આ નામથી