________________
એ પ્રાસ્તાવિક છે
૧. શ્રી શાસન સંસ્થા અને શ્રી સંઘ સુગ્ય આત્માઓને મુક્તિ આપવામાં પ્રબળ સાધનરૂપ પાંચ આચાર. રૂપ-સામાયિકમય–મોક્ષમાર્ગની–એટલે કે ધર્મની એગ્ય જીવેને સુલભતા કરી આપવા માટે મહાવિશ્વ-વત્સલ મહા અહિંસામય મહા કરુણયુક્ત શ્રી તીર્થકર ભગવંતે એ જ તીર્થની મહાશાસન સંસ્થાની સ્થાપના કરી છે, બીજા કોઈ કરી શકે નહીં. એવી મહાશાસન સંસ્થા હોય છે. એટલે કે-સર્વ પ્રકારના વિધિવિધાને પૂર્વકની વિશ્વની સર્વોત્કૃષ્ટ મહાધર્મ શાસન સંસ્થાઓ સ્થાપી છે. તેનું મહા સંચાલન તે ધર્મ માગના યથાશક્તિ આરાધના કરનારાઓમાંથી યોગ્ય અધિકારો સાથેના શ્રી ગણધર આદિ સુયોગ્ય મહા અધિકારીઓ અને ભક્ત–સેવક–અનુયાયીઓ-યુક્ત શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને તેને પ્રભુજ સંપતા હોય છે. તે પ્રમાણે, પોતાના શાસનનું સંચાલન, અંતિમ તીર્થકર ભગવંત પરમાત્મા શ્રી મહાવીર વર્ધમાનસ્વામીએ વૈશાખ સુદિ ૧૧ ને દિવસે જ પોતે સ્થાપેલા શ્રી ચતુર્વિધ સંઘને સોંપેલું છે. જેમાં મુખ્ય ગૌતમ ગોત્રીય શ્રી ઇદ્રભૂતિ પહેલા મહા શ્રમણ ભગવંત મુખ્ય હતા. (૨) બાળ બ્રહ્મચારિણી મહાઆર્યા શ્રીમતી શ્રમણ ભગવંતી શ્રી ચંદનબાળાજી હતા. એજ પ્રમાણે (૩) મુખ્ય શ્રાવક શ્રી શંખ અને (૪) મુખ્ય શ્રાવિકા શ્રી રેવતીજી હતા. તે શ્રી સંઘ અને શ્રી શાસનની મૂળ પરંપરા આજ સુધી ચાલી આવે છે.
૨. શ્રી જૈનશાસનની ધાર્મિક ભકિત? એ રીતે-(૧) શ્રી શાસન સંસ્થા. (૨) શ્રી સંઘ. (૩) ધર્મમાર્ગ. (૪) પ્રભુના ઉપદેશ તથા આદેશ વિગેરેમય ધર્મશાસ્ત્રો પણ પરંપરાગત રીતે ચાલ્યા આવે છે. (૫) તે ચારેયને લગતા-સાધન, ઉપકરણે, સ્મરણ ચિહ્નો, સ્મરણ સ્થાને આરાધ્ય તીર્થો ભૂત અને ભવિષ્યની અને વર્તમાન વીશીઓની બાબતે, આરાધનામાં સહાયક, પ્રતીકે, ભક્તિથી સમર્પિત ભેટે, વિગેરેમય દ્રવ્ય અને ભાવરૂપ જેને શાસનની માલિકીની, અને શ્રી સંઘના સંચાલન નીચેની અનેક વિધ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ રૂપ ધાર્મિક મિત્તે સદાકાળ અવશ્ય સંભવિત છે, જે વિશ્વમાં યથાયોગ્ય રીતે સર્વ ક્ષેત્રમાં પથરાએલી હોય છે.
૩. એ મિતો વિષે શ્રી સંઘની જોખમદારીઓ (૧) તેની વિધિ પૂર્વક શ્રી સંઘને પ્રાપ્તિ, (૨) તેને સંગ્રહ. (૩) તેનું સર્વમુખી રક્ષણ (૪) યથા યોગ્ય રીતે વહીવટી સંચાલન (૫) સંઘવર્ધન,