________________
[ ૧૪૩ અન્ય ધર્મો જેને ધાર્મિક ખાતાં ગણે છે, તેમાં સંજોગ વિશેષમાં ઔચિત્ય બુદ્ધિથી કે કીર્તિ બુદ્ધિથી કે અનુકંપા બુદ્ધિથી દાન આપે, તે પરિસ્થિતિ વિશેષમાં અપેક્ષાએ ધર્મક્ષેત્રમાં દાન કહી શકાય છે, પરંતુ તે જૈન ધાર્મિક સુપાત્ર ખાતાં ગણાય નહીં. પરંતુ પરિસ્થિતિ વિશેષ ન હોય તો, ધર્મક્ષેત્રમાં પણ ગણી શકાય નહિ.
કીર્તિદાન તથા ઉચિતદાન પણ બે પ્રકારના હોય છે, ધર્મપષક અને સંસારભાવ પોષક
ધર્મપષક ઉચિતદાન કે કીર્તિદાન અવિહિત નથી. કરવા યોગ્ય ગણાય છે. સંસારપિષક ઉપાદેય નથી. પરંતુ હેય છે. દા. ત. સમ્યક્ત્વ મૂળ બાર વ્રતધારી શ્રાવક પરિસ્થિતિ વિશેષમાં જૈનેતર ત્યાગી કે ગૃહસ્થનું ઉચિત ખર્ચ કરીને પણ સન્માન કરે, જેનું પરિણામ તેને ધર્મ તરફ આકર્ષવામાં કે ધર્મકાર્યમાં ઉપયોગી થવામાં.
જૈન ધર્મની ઉન્નતિના કાર્યોમાં સહાયક બનાવવામાં ઉપયોગી થાય અથવા શાસનને હરકત કરે, તેવી હરકતો દૂર કરવામાં સહાયક થાય, તો તેવું ઉચિત દાન શ્રાવકે માટે ઉપાદેય ગણાય છે.
પરંતુ માત્ર દુન્યવી લાભ મેળવવા “વાહ વાહ” કરાવવા, અપાત્ર કે ક્ષેત્રાભાસમાં અપાય, તો તે ઉચિત દાનાભાસ રૂ૫ બની રહે.
એજ પ્રમાણે, કીર્તિદાન ધમપષણમાં ઉપયોગી થાય, તો તેવી કીર્તિ માટે શ્રાવક કીર્તિદાન આપે, તો તે ઉપાદેય હોય છે.
અન્યથા, કીર્તિદાન પણ હેય બની રહે છે. શાસનની પ્રભાવના માટે જરૂરી હોય, ધર્મની પ્રશંસા માટે ઉપયોગી થાય, તેવા ઉચિતદાન કે કીર્તિદાન પણ ઉપાદેય છે. અને તેને દાન કહેવામાં હરકત નથી.
બીજું, ધાર્મિક ક્ષેત્રમાં ચડાવા વિગેરે હરરાજી-લીલામ–નથી. પરંતુ તે પણ ભાવોલ્લાસની વૃદ્ધિ માટેના ધાર્મિક અનુષ્ઠાન રૂપ છે. તે વેચાણ કે ખરીદી પણ નથી. ભલે તેમાં ધનને ચડાવા એટલે ઉત્સર્પણું રૂપ-ક્રમશ: વધારા રૂપ હોય છે. હમેશાં, દાન–શીયલ, તપ, અને ભાવના, એ ચારમાં ગૃહસ્થને, દાન એટલે કે ધનનો ઉપયોગ કરીને ધર્મ કરવાનું વધારે સુલભ અને શક્ય હોય છે. બીજા કેટલેક અંશે અશક્ય અને દુર્લભ હોય છે. તેથી ધર્મકાર્યમાં ગૃહ ધનનો ઉપયોગ કરે, કે જે તેને માટે દાન ધર્મરૂપ બની રહે છે. તેથી ધનનો ઉપયોગ થવા છતાં, તે ખરીદી કે વેચાણ નથી; હરરાજી કે લીલામરૂપ પણ નથી હોતું.
કેટલાક-સામાયિક, બ્રહ્મચર્યવ્રત, વિગેરે ધાર્મિક અનુષ્ઠાનના પણ ચડાવા બોલતા હોય છે. એટલે શીયળ, તપ, ભાવનાના પણ ચડાવા બોલાય. જેમ તે ચડાવા હરરાજી કે લીલામ નથી, ધન સાથે સંબંધ ધરાવતા નથી. ભાલાસના વ્યવહારુ ઉપાય તરીકે હોય છે. જેમ દશાર્ણભદ્ર-રાજાએ ચડાવામાં દીક્ષા લીધી હતી. જેમ તરતના નવપરિણીત એક શ્રીમંત ગૃહસ્થ પતિ-પત્નીએ ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર જાન ઘેર–પહોંચ્યા પહેલાં જ બને એ ચડાવામાં ચતુર્થવ્રત ચાવજીવ. બ્રહ્મચર્યવ્રત–ધારણ કરીને પહેલી આરતી ઉતાર્યાની ઘટનાનો ઇતિહાસ સાંભળવામાં આવે છે. વિગેરે