________________
મ્પરા વગેરે જાણી શકાય છે. તેઓએ રચેલ લઘુક્ષેત્ર સમાસ, પ્રાકૃત ગાથા બદ્ધ શ્રી શ્રીપાલ ચરિત્ર, શ્રી ગુણસ્થાન કમારોહ, ગુરૂ ગુણ ષટત્રિશિકા, નિશુદ્ધિ વગેરે ગ્રંથની અન્ય ગાથા વગેરેથી જણાય છે. કે તેઓ વિશેષતઃ પંદરમા સૈકામાં થયા છે.
આ લઘુ ક્ષેત્ર સમાસ અભ્યાસને ગ્રંથ છે. માટે તેને અભ્યાસ કરનારને સરળતા થાય તે માટે ગાથા, ગાથાના શબ્દાર્થ તથા વિવે. ચન દ્વારા સમજુતી આપવામાં આવેલ છે. તે ઉપરાંત ગણિતના ઉપયોગો યંત્ર તથા ઉપયોગી ચિત્રો આપવામાં આવ્યા છે. તે તેને અભ્યાસ કરનારને ઉપયોગી જણાશે.
અંતે જણાવવાનું કે આ ગ્રંથમાં બનતાં સુધી શુદ્ધિ તરફ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તે છતાં દૃષ્ટિ દોષથી, પ્રેસ દોષથી કે છાસ્થ જન્ય દેપથી કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે શિક્ષા દુષ્કત આપી વિરમું છું.
લી. માસ્તર મંગલદાસ મનસુખરામ શાહ
હક અગત્યની સુચના ૧૧૨ મા પેજ ઉપર આપેલ છ આરાના યંત્રમાં ત્યાં માં સાગરોપમ છે ત્યાં કડાકોડી સાગરોપમ વાંચવું.