________________
પ્રકાશકનું નિવેદન. પૂજ્ય આચાર્ય શ્રી રત્નશેખરસૂરીશ્વરજીએ રચેલ આ શ્રી લધુ ક્ષેત્ર સમાસ ગ્રંથ જાહેરમાં મુક્તાં મને અતિ આનંદ થાય છે. જો કે ક્ષેત્ર સમાસ ગ્રંથ બીજાઓ તરફથી છપાઈને બહાર પાડવામાં આવેલ છે. છતાં તે પૈકી શ્રાવક ભીમસિંહ માણેક તરફથી છપાએલ લઘુ ક્ષેત્ર સમાસ બાળબોધ અક્ષરોમાં જુની ભાષામાં હેવાથી, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી છપાએલ વિવેચન યુક્ત ક્ષેત્ર સમાસ બહુ ટુંકાણમાં તથા શબ્દોના અર્થ રહિત હોવાથી; તથા શ્રી મુક્તિ કમલ જૈન મોહન માલા તરફથી પાઓલ શ્રી લઘુ ક્ષેત્ર સમાસ યાને જૈન ભૂગોળ–ને ગ્રંથ ઘણો ઉપયોગી છતાં બહુ વિસ્તૃત હોવાથી હાલના વખતમાં અભ્યાસ માટે અનુકૂળ નવીન ગ્રંથની જરૂર લાગવાથી આ ગ્રંથ માસ્તર મંગળદાસ મનસુખરામ પાસે તૈયાર કરાવી જાહેરમાં મૂકતાં હું હર્ષ પામું છું, - આ ગ્રંથમાં મૂળ ગાથા, પછી શબ્દોના અર્થ, ત્યાર પછી ગાથાર્થ અને તે પછી વિવેચન આપવામાં આવેલ છે. વિવેચનમાં ઉપયોગી અને જરૂરી બાબતોનો સમાવેશ કર્યો છે. જેમ બને તેમ બહુ લંબાણ ન થાય તે રીતે વિવેચન કરેલ હોવાથી અભ્યાસીને કંટાળો આવશે નહિ. જ્યાં ગાથાર્થથી અર્થ સમજાય છે ત્યાં વિવેચનની જરૂર નહિ લાગવાથી કેટલીક ગાથાઓમાં એક ગાથાર્થ આપવામાં આવ્યો છે. તથા કેટલેક ઠેકાણે ગાથાર્થ નહિ આપતાં વિવેચન જ આપવામાં આવ્યું છે.
વિશેષમાં ગ્રંથમાં ઉપયોગી થાય તેવા યંત્ર, કાઠાઓ, તથા કેટલાક ચિત્રો પણ આપવામાં આવ્યા છે. જેથી આ ગ્રંથને અભ્યાસ કરનારને તેના અભ્યાસમાં સરળતા થશે.
એજ લી. પ્રકાશક:
માસ્ત૨ રતીલાલ બાદરચંદ શાહ (આ ગ્રંથના સર્વ હક્કો પ્રકાશકને સ્વાધીન છે) .