________________
ఆండaakakarakadali
વળી કર્મગ્રંથ કર્મપ્રકૃતિના ચિંતક વ્યાકરણાચાર્ય પં. માણેકલાલભાઈએ પણ આ મેટર વાંચી આપેલ છે અને યોગ્ય સ્થાને સુધારા પણ સૂચવ્યા છે. તેમજ મારા વડીલબંધુ ૫. વર્ષ ધીરૂભાઈનું પણ કેટલુંક માર્ગદર્શન મળ્યું છે. તેથી તેઓના પણ સહકારને આ સ્થળે યાદ કરું છું.
આ સપ્તતિકા ગ્રંથ છપાવતી વખતે કોઈ શાસ્ત્રીય ભૂલ ન રહી જાય તેથી ચાલુ પ્રફ વખતે કેટલુક કેટલુક મેટર પં. રતિલાલ ચીમનલાલ, પં. ચન્દ્રકાન્ત સંઘવી, પં. વસંતલાલ નરોત્તમદાસ પાસે વંચાવેલ.
તેમજ ઉપશમશ્રેણી અને ક્ષપક શ્રેણીનું લખાણ વયોવૃદ્ધ પં. વર્ષ છબીલદાસ ભાઈએ તેમની તબીયતની અનુકૂળતા ન હોવા છતાં વાંચી યોગ્ય સુધારા સૂચવેલ છે. તે બદલ તે સર્વ પંડિતવર્યોને કૃતજ્ઞભાવે યાદ કરું છું.
આ ગ્રંથનું વિસ્તૃત લખાણ તૈયાર કરવામાં સપ્તતિકા ગ્રંથ (મહેસાણા પાઠશાળા) સપ્તતિકાભાષ્ય (હર્ષ પુષ્પામૃત ગ્રંથમાળા) સપ્તતિચૂર્ણ, કમ્મપયડી ભા.૧/૨ આદિ ગ્રંથોની સહાય મળી છે. તેથી એ સર્વે પ્રકાશક સંસ્થાનો આભારી છું.
આ ગ્રંથ પ્રકાશિત કરવા અંગે પૂજ્યપાદ જૈન શાસનના મહાન જ્યોતિર્ધર, તપગચ્છ શિરોમણિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના પરમ તપસ્વી શિષ્યરત્ન વૈરાગ્યનિધિ પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રશીલ વિજયજી ગણિવરના વિદ્વાન શિષ્યરત્ન વાત્સલ્યનિધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણશીલસૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણા મળી અને તેઓશ્રીના સદુપદેશથી આત્મશ્રેય પ્રકાશન સંસ્થાએ આ ગ્રંથ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. તે બદલ પૂજ્યશ્રીનો તથા સંસ્થાનો હું આભારી છું.
અંતમાં આ મેટર તૈયાર કરવામાં જે જે અધ્યયન કરનારા પૂ. સાધ્વીજી ભગવંતોએ ચિંતનમાં સહાયતા કરી છે, જે બધાના નામોનો ઉલ્લેખ કરી શકાયો નથી તે સર્વેનો હું આભાર માનું છું. પ્રાંતે આ ગ્રંથ શીઘતાથી પ્રકાશિત થાય તે માટે વારંવાર પ્રેરણા આપનાર પૂ. સા. શ્રી નિર્મમાશ્રીજી તથા પૂ. સા. શ્રી ઈન્દુરેખાશ્રીજી મ. નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા સાથે વિરમું છું.
અભ્યાસુ વર્ગને લખાણમાં જ્યાં ક્ષતિ દેખાય ત્યાં ધ્યાન દોરવા અવશ્ય ભલામણ.
૩૦૧, કુમુદચન્દ્રકૃપા, સોની ફળીયા. હિન્દુ મિલન મંદિર સામે.
ભવદીય રસિકલાલ શાન્તિલાલ મહેતા
(સુઈગામવાળા) સુરત.