________________
નામકર્મનાં ઉદયસ્થાનકડી સામાન્યથી બંધ, ઉદય અને સત્તાનો સંવેધ नवपणगोदयसंता, तेवीसे पन्नवीस छव्वीसे ।
अट्ठ चउरहवीसे, नव सगिगुणतीसतीसंमि ॥३३।। ગાથાર્થ: ત્રેવીસ, પચીસ અને છવ્વીસના બંધે નવ નવ ઉદયસ્થાન અને પાંચ પાંચ સત્તાસ્થાન
હોય છે. અઠાવીસના બંધે આઠ ઉદયસ્થાન અને ચાર સત્તાસ્થાન હોય છે. ઓગણત્રીસ અને ત્રીસના બંધ નવ ઉદયસ્થાન અને સાત સત્તાસ્થાન હોય છે. ૩
૨૩ના બંધનો સંવેધ ૨૩ નો બંધ
બંધ ભાંગા ૪ ઉદયસ્થાન :- નવ – ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧
ઉદયભાંગા:- ૭૭૦૪ સત્તાસ્થાન :- પાંચ – ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮
૨૩નો બંધ અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છે. તેથી તેના બંધક જીવો એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય છે (આહારક મનુષ્ય, કેવલી મનુષ્ય, દેવો અને નારકીન બાંધે) તેથી ૭૭૦૪ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે.
એકેન્દ્રિયના-૪૨, વિલેન્દ્રિયના-૬૬, સામાન્ય તિર્યંચના-૪૯૦૬, વૈશ્યિ તિર્યચના-૧૬, સામાન્ય મનુષ્યના-૨૬૦૨, વૈક્રિય મનુષ્યના-૩૨ (ઉદ્યોતવાળા ૩ ભાંગા ન ઘટે) એ પ્રમાણે કુલ ૭૭૦૪ ઉદયભાંગા થાય છે. (વૈક્રિય મનુષ્યના ઉદ્યોતવાળા ૩ આહારક મનુષ્યના ૭, કેવલી મનુષ્યના-૮, દેવના ૬૪ અને નારકીન-૫ એ પ્રમાણે કુલ ૮૭ ઉદય ભાંગાવાળા જીવો ૨૩નો બંધન કરે)
૨૩ ના બંધે ૯૩ વિગેરેની સત્તા ન હોવાનાં કારણો -
જિનનામની સત્તાવાળો તિર્યંચ પ્રાયોગ્ય બંધ ન કરે તેથી અહીં ૯૩ અને ૮૯ નું સત્તાસ્થાન ન ઘટે તેમજ ૭૯, ૭૬, ૭૫, ૯ અને ૮ એ સત્તાસ્થાનો ક્ષપક શ્રેણીમાં અને કેવલી ભગવંતના છે. માટે એ સત્તાસ્થાનો પણ ન ઘટે કારણ કે તે સત્તાવાળા ક્ષેપક કે કેવલી એકે ૦ પ્રાયોગ્ય બંધ કરે નહીં.
૬૯