________________
2000નામકર્મનાં ઉદયસ્થાનક
દેવતાના (ઉદયસ્થાન : ૨૧નું, ૨૫નું, ૨૭નું, ૨૮નું, ૨૯નું, ૩૦નું)
દેવને ૨૧ નું ઉદયસ્થાન વિગ્રહગતિમાં હોય છે.
૨૧ પ્રકૃતિ
૧૨ નામકર્મની ધ્રુવોદયી ૧૨ ૧૩ દેવગતિ
૧૪ દેવાનુપૂર્વી
૧૫ પંચેન્દ્રિય જાતિ
૧૬ ત્રસ
૧૭ બદર
૧૮ પર્યાપ્ત
૧૯ સુભગ-દુર્ભાગ
aa?
૨૦ આદેય-અનાદેય
૨૧ યશ-અપયશ
૨૧ના ઉદયમાં સુભગ-આદેય-યશ એ ત્રણ પ્રતિપક્ષ ઉદયમાં હોય છે. તેથી ૨૧ ના ઉદયસ્થાનના ૮ ભાંગા જાણવા.
પૂર્વોક્ત ૨૧માં (૧) વૈક્રિય શરીર (૨) વૈક્રિય અંગોપાંગ (૩) સમચતુરસ સંસ્થાન (૪) પ્રત્યેક અને (૫) ઉપઘાત એ પાંચ ઉમેરવાથી અને દેવાનુપૂર્વીને કાઢવાથી ૨૫નું ઉદયસ્થાન થાય છે.
૨૫નું ઉદયસ્થાન ઉત્પત્તિ સ્થાનના પ્રથમ સમયથી હોય છે.
૨૫ના ઉદયસ્થાનના પણ ભાંગા પૂર્વની જેમ ૮ થાય છે.
પૂર્વોક્ત ૨૫માં (૧) પરાઘાત (૨) શુભવિહાયોતિ એ બે ઉમેરવાથી ૨૭નું ઉદયસ્થાન થાય છે તે શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને હોય છે.
૨૭ના ઉદયસ્થાનના પણ ભાંગા પૂર્વની જેમ ૮ થાય છે.
પૂર્વોક્ત ૨૭માં શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને શ્વાસોશ્વાસ ઉમેરવાથી અથવા ઈન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તને શ્વાસોશ્વાસના અનુદયમાં ઉદ્યોત ઉમેરવાથી ૨૮નું ઉદયસ્થાન થાય છે.
૨૮ના ઉદયસ્થાનના શ્વાસોશ્વાસ સહિત ૮ ભાંગા અને શ્વાસો. ના અનુદયે ઉદ્યોત સહિત : ભાંગા એમ કુલ ૧૬ ભાંગા થાય છે.
૬૩
દેવને ૨૮માં ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તને સુસ્વર ઉમેરવાથી અથવા શ્વાસોશ્વાસ પર્યાપ્તએ પર્યાપ્તને સ્વરના અનુદયમાં ઉદ્યોત ઉમેરવાથી ૨૯નું ઉદયસ્થાન થાય છે.
૨૯ના ઉદયસ્થાનના ભાંગા ૨૮ના ઉદયસ્થાનની જેમ ૧૬ થાય છે. પૂર્વોક્ત સ્વર સહિત ૨૯માં ઉદ્યોત ઉમેરવાથી ૩૦નું ઉદયસ્થાન થાય છે. ૩૦ના ઉદયસ્થાનના ભાંગા પૂર્વની જેમ ૮ જાણવા.