________________
ત્ર સપ્તતિકા કર્મગ્રંથ ઈ સ્ટ ૧૩ તિર્યંચગતિ
૧૮ પર્યાપ્ત-અપર્યાપ્ત ૧૪ તિર્યંચાનુપૂર્વી
૧૯ દુર્ભગ ૧૫ બેઈન્દ્રિય જાતિ
૨૦ અનાદેય ૧૬ ત્રસ
૨૧ યશ-અપયશ અપર્યાપ્ત નામ વાળાને વિકલ્પવાળી બધી અશુભ જ ઉદયમાં હોય છે” તેથી ૨૧ના ઉદયસ્થાનના ૩ ભાંગા નીચે પ્રમાણે થાય છે. (૧) પર્યાપ્ત-યશ (૨) પર્યાપ્ત-અપયશ (૩) અપર્યાપ્ત-અપયશ ૨૬નું ઉદયસ્થાન ઉત્પત્તિસ્થાનના પ્રથમ સમયથી હોય.
પૂર્વોક્ત ૨૧માં (૧) ઔદારિક શરીર (૨) ઔદારિક અંગોપાંગ (૩) હંડક સંસ્થાન (૪) છેવટ્ટે સંઘયણ (૫) ઉપઘાત (૬) પ્રત્યેક એ છ પ્રકૃતિ ઉમેરવાથી અને આનુપૂર્વી કાઢવાથી ૨૬નું ઉદયસ્થાન થાય છે.
૨૬ ના ઉદયસ્થાનના ૩ ભાંગા ૨૧ના ઉદયની જેમ જાણવા.
પૂર્વોક્ત ૨૬ માં (૧) પરાઘાત (૨) અશુભ વિહાયોગતિ એ બે પ્રકૃતિ ઉમેરવાથી ૨૮નું ઉદયસ્થાન થાય છે. અહીં અપર્યાપ્ત નામનો ઉદય હોય નહિ. લબ્ધિ અપર્યાપ્તાને પહેલાં બે જ ઉદયસ્થાન હોય.
૨૮નું ઉદયસ્થાન લબ્ધિ પર્યાપ્તા એવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને હોય છે. માટે ૨૮ના ઉદયસ્થાનના ૨ (બે) ભાંગા નીચે પ્રમાણે થાય છે.
(૧) પર્યાપ્ત-યશ (૨) પર્યાપ્ત-અપયશ
પૂર્વોક્ત ૨૮માં શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને શ્વાસોશ્વાસ ઉમેરવાથી અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને શ્વાસોશ્વાસના અનુદયમાં ઉદ્યોત ઉમેરવાથી ર૯નું ઉદયસ્થાન થાય છે.
૨૮ના ઉદયસ્થાનની જેમ ર૯ના ઉદયસ્થાનના ૨ ભાંગા ઉદ્યોત સાથે અને બે ભાંગા શ્વાસોશ્વાસ સાથે એમ બન્ને સાથે ઘટે છે તેથી ર૯ના ઉદયસ્થાનના ૪ ભાંગા થાય છે.
શ્વાસોશ્વાસ સહિત ૨૯ના ઉદયસ્થાનમાં દુઃસ્વર અથવા સુસ્વર ઉમેરવાથી અથવા સ્વરના અનુદયમાં ઉદ્યોત ઉમેરવાથી ૩૦નું ઉદયસ્થાન થાય છે. એટલે કે ૨૯ પ્રકૃતિ ૨૯ પ્રકૃતિ +૧ સ્વર અથવા +૧ ઉદ્યોત
૩૦
૫૪