________________
દક્ષપદ્મણીએ લોકના છેડા લગે દંડ કરે. બીજે સમયે પૂવપર લોકાંત લગે કાટ કરે. ત્રીજે સમયે દક્ષિણોત્તર લોકાંત લગે આત્મપ્રદેશ વિસ્તારીને મંથાનરૂપ કરે. ચોથે સમયે અંતર પૂરીને સમગ્ર લોકવ્યાપી થાય. પાંચમે સમયે આંતરા સહરે. છઠે સમયે મંથાન સંહરે. સાતમે સમયે કપાટ સંહરે અને આઠમે સમયે દંડ પણ સંહરીને શરીરસ્થ થાય. તેમાં પહેલે-આઠમે સમયે ઔદારિક કાયયોગી હોય. બીજે-છઠે-સાતમે સમયે ઔ. મિશ્ર યોગી હોય અને ત્રીજા, ચોથા પાંચમા સમયે કાર્પણ કાર્યયોગી હોય છે અને આ ત્રણ સમયે અણાહારીપણું હોય છે. અહીં ઘણો વિસ્તાર છે પણ તે પંચસંગ્રહાદિ ગ્રંથાન્તરથી જાણવો. (ઉપર કહ્યા પ્રમાણે કેવલી સમુદ્યાત બધા કેવલી ન કરે)
કેવલી સમુદ્દઘાત કર્યા, પૂર્વે અંતર્મુહૂર્ત કાળ પ્રમાણે આવર્જિતકરણ કરે. અર્થાત્ મનવચન-કાયાના અતિ શુભ વ્યાપાર ઘણા કર્મોને સત્તામાંથી દૂર કરે. આ કાર્ય બધા જ કેવલી કરતા હોવાથી તેને “આવશ્યકકરણ” અથવા આયોજિકાકરણ પણ કહે છે. કેવલી સમુદ્યાત પછી સયોગી કેવલી ભવોપગ્રાહી કર્મ ક્ષય કરવાને માટે વેશ્યાતીત (અત્યંત અપ્રકંપ, પરમનિર્જરાનું કારણભૂત) ધ્યાન સ્વીકારવા ઇચ્છતા, યોગનિરોધ કરવા માંડે તેમાં પ્રથમ બાદર કાયયોગે કરીને બાદર મનોયોગ રૂંધે, તે પછી બાદર કાયયોગ વડે જ બાદર વચન યોગ રૂંધે અને ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગ વડે બાદ કાયયોગને રૂંધે. ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગ વડે જ સૂક્ષ્મ મનોયોગ રૂંધે અને પછી સૂક્ષ્મ કાયયોગ વડે જ સૂક્ષ્મ વચનયોગ રૂંધે. સૌથી છેલ્લે સૂક્ષ્મ કાયયોગને પણ રૂંધતા સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામનું ત્રીજું શુકલધ્યાન ધ્યાવે. આ ધ્યાનના સામર્થ્યથી મુખ-નાસિકા ઉદર વિગેરે શરીરના સર્વ પોલાણ ભાગોને પૂરીને દેહનો ત્રીજો ભાગ સંકુચીને સ્વશરીરના ૨/ ૩ ભાગ પ્રમાણ આત્મા બને. આ ધ્યાને જ વર્તતો થકો સ્થિતિઘાતાદિક વડે આયુઃ વિના ત્રણ કર્મ સયોગિ કેવલીના ચરમ સમય લગે અપવર્તાવે ચરમ સમયે સર્વ કર્મ અયોગી અવસ્થાની સ્થિતિ સમાન સ્થિતિનાં થાય. એમાંથી પણ જે કર્મનો અયોગી અવસ્થાએ ઉદય નથી તેની સ્થિતિ એક સમય ઉણી કરે. સયોગી ગુણઠાણાના ચરમ સમયે બેમાંથી કોઈ એક વેદનીય, ઔદારિક-તૈજસ-કર્મણ શરીર, છ સંસ્થાન, પ્રથમ સંઘયણ, ઔદારિકાંગોપાંગ, વર્ણચતુષ્ક, અસ્થિર, વિહાયોગતિ ક્રિક, પ્રત્યેક શુભ, અશુભ દુઃસ્વર, સુસ્વર, નિર્માણ આ ત્રીસ પ્રકૃતિનો ઉદય-ઉદીરણા વિરામ પામે
તદનંતર સમયે જીવ અયોગી કેવળી ગુણઠાણું પામે છે. તેનો કાળ પાંચ હસ્તાક્ષર ઉચ્ચાર પ્રમાણ-અંતર્મુહૂર્ત માત્ર હોય છે. વળી, સૂક્ષ્મક્રિયા ધ્યાન પૂર્ણ કરીને સુપરતક્રિયાઅનિવૃત્તિ
૪૫૬