________________
20 સપ્તતિકા કર્મગ્રંથ
अनियट्टि बायरे थीण, गिद्धितिग-निरयतिरिअनामाओ । संखिज्जइमे सेसे, तप्पाउग्गाओ खीअंति ॥ ७९ ॥ સ્યાનગૃધ્ધિ (થીણદ્ધિ) ત્રિક, નરકગતિ અને તિર્યંચગતિ તત્કાયોગ્ય નામ કર્મની (૧૩) પ્રકૃતિઓ ક્ષય પામે છે ઙા
इत्तो हणइ कसायट्ठगंपि पच्छा नपुंसगं इत्थिं ।
तो नोकसायछक्कं छुहइ संजलणकोहंमि ॥८०॥
એ પછીઆઠ કષાયનો ક્ષય કરે. પછી નપુંસક વેદ, સ્ત્રીવેદનો ક્ષય કરે. તે પછી છનોકષાય સંજવલન ક્રોધને વિષે સંક્રમાવે છે.
पुरिसं कोहे कोहं, माणे माणं च छुहइ मायाए ।
मायं च छुहइ लोहे, लोहं सुहुमंपि तो हणइ ॥८१॥
પુરૂષવેદને સંજવલન ક્રોધમાં, સંજવલન ક્રોધને સંજવલન માનમાં, સંજવલન માનને સંજવલન માયામાં સંક્રમાવે સં. માયાને સંજવલન લોભમાં સંક્રમાવે, તે પછી સૂક્ષ્મ લોભને પણ હણે છે ૮૧૫
खीणकसाय दुरिमे, निद्दं पयलंच हणइ छउमत्थो । आवरणमंतराए, छउमत्थो चरमसमयंचि ॥८२॥
છદ્મસ્થ નિદ્રા અને પ્રચલાનો ક્ષય કરે અને છેલ્લે સમયે નવ આવરણ અને પાંચ અંતરાયનો ક્ષય કરે છે. ૫૮૨ ॥
देवगइसहगयाओ, सुचरम समय भविअंमि खीअंति ।
सविवागे अरनामा नीआगो अंपि तत्थेव ॥८३॥
બે છેલ્લા સમય છે (બાકી) જેને એવા (દ્વિચરમ) અયોગીના દ્વિચરમ સમયે ભવ્ય જીવને વિષે દેવગતિ સાથે બંધ છે જેનો એવી દશ. પ્રકૃતિ ક્ષય પામે છે. વિપાકરહિત નામ કર્મની (૬૨) પ્રકૃતિ, નીચગોત્ર તથા એક વેદનીય ત્યાં જ ક્ષય પામે છે. II૮૩ II
अन्नयर वेअणीअं, मणुआउअ - मुच्चगोअ - नवनामे ।
वे एइअजो गिजिणो, उक्को सजहन्नमिक्कारा ॥८४॥
બાકી રહેલ એક વેદનોય, મનુષ્યાયુ, ઉચ્ચગોત્ર અને નામકર્મની નવ પ્રકૃતિ અયોગિ જિન ઉત્કૃષ્ટપણે વેદે અને જઘન્ય અગ્યાર પ્રકૃતિ વેદે ॥૮૪ ॥
૪૪૭