________________
08 સપ્તતિકા કર્મગ્રંથ
SRSR
અવિરત સમ્યગદષ્ટિ જિનનામ, મનુષ્યાયુ અને દેવાયુ પણ બાંધે, તેથી ૪૩ વિના ૭૭ પ્રકૃતિ
બાંધે.
પ્રથમ સંઘયણ, મનુષ્યત્રિક, અપ્રત્યાખ્યાની ચાર કષાય અને ઔદારિક દ્વિક એ પ્રમાણે ૧૦ અને પૂર્વોક્ત ૪૩ મળી ૫૩ વિના શેષ ૬૭ પ્રકૃતિ દેશવિરત બાંધે.
પ્રત્યાખ્યાનીય ચાર કષાય અને પૂર્વોક્ત ૫૩ મળી ૫૭ વિના શેષ ૬૩ પ્રકૃતિ પ્રમત્ત બાંધે)
गुण-मप्पमत्तो, बंधइ देवाउअस्स इअरोवि ।
અડ્ડાવત્ર-મપુો, છપ્પન્ત્ર વાવિ છવ્વીસ ||૧||
ગાથાર્થ : દેવાયુનો બંધક હોય તો અપ્રમત્ત ૫૯ પ્રકૃતિ બાંધે, અપૂર્વકરણ ગુણ. વાળો ૫૮, ૫૬ અને ૨૬ પ્રકૃતિ બાંધે. ।।૭૧
(શોક, અરતિ, અસ્થિર, અશુભ, અપયશ અને અશાતા એ છ પ્રકૃતિ પૂર્વોક્ત ૬૩ માંથી કાઢી આહારક દ્વિક ઉમેરતાં અપ્રમત્ત ૫૯ બાંધે દેવાયુનો પ્રારંભ પ્રમત્ત ગુણઠાણે કરી અપ્રમતે આવે તો ત્યાં બંધ પૂરો કરે. અન્યથા દેવાયુ વિના ૫૮ પ્રકૃતિ પણ બાંધે.
અપૂર્વકરણ ગુણ.ના બીજાથી છઠ્ઠા ભાગ સુધી નિદ્રા દ્વિક વિના ૫૬ પ્રકૃતિ બાંધે. તેમાંથી સાતમા ભાગે દેવહ્નિકાદિ ૩૦ વિના ૨૬ નો બંધ હોય)
बावीसा एगूणं, बंधइ अठ्ठारसंत-मनिअट्टी | સત્તરસ સુદુમસરાનો, સાયમમોહો સખોવુત્તિ મા૭૨ા
:
ગાથાર્થ : અનિવૃતિ બાદર ગુણઠાણાવાળો ૨૨ અને એકેક ન્યુન ૧૮ સુધી બાંધે, સૂક્ષ્મ સંપરાયવાળો ૧૭ પ્રકૃતિ બાંધે, મોહરહિત (ઉપરાંત મોહ, ક્ષીણમોહ) અને સયોગી કેવલી શાતા વેદનીય બાંધે. ૭૨
(નવમા ગુણઠાણાના પહેલા ભાગે હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા પણ ન બાંધે તેથી ૨૨ નો બંધ, બીજા ભાગે પુરુષવેદ વિના ૨૧ નો બંધ, ત્રીજા ભાગે સંજવલન ક્રોધ વિના ૨૦નો બંધ, ચોથા ભાગે સંજવલન માન વિના ૧૯ નો બંધ, પાંચમાં ભાગે સંજવલન માયા વિના ૧૮ નો બંધ હોય છે.
નવમા ગુણઠાણાના છેલ્લા ભાગે સંજવલન લોભનો બંધવિચ્છેદ થયે છતે સૂક્ષ્મ સંપરાય ગુણઠાણે ૧૭ બાંધે.
૪૨૧