________________
SRશ્વમોહનીય કર્મનો સંવેધઈ
पंचविह चउविहेसु, छछक्क सेसेसु जाण पंचेव ।
पत्ते पत्तेअं, चत्तारि अ बंधवुच्छेए ॥२४॥ ગાથાર્થ : પાંચના અને ચારના બંધને વિષે છે, છ સત્તાસ્થાનો જાણવા અને બાકીના બંધસ્થાનોને
વિષે દરેકને પાંચ-પાંચ સત્તાસ્થાન જાણવા અને બંધનો વિચ્છેદ થયે છતે ચાર સત્તાસ્થાન
જાણવા. પાંચના બંધને વિષે ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧ એ છ સત્તાસ્થાન અને ચારના બંધને વિષે ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫ અને ૪ છ સત્તાસ્થાન છે. પાંચ વિ. બંધસ્થાનો નવમા ગુણઠાણે છે. ત્યાં ૨૮ અને ૨૪ એ બે સત્તાસ્થાન ઉપશમ સમકિતીને ઉપશમ શ્રેણીમાં હોય છે અને ૨૧નું સત્તાસ્થાન ક્ષાયિક સમકિતીને ઉપશમ શ્રેણીમાં હોય છે અને ક્ષપકશ્રેણીમાં જ્યાં સુધી આઠ કષાય ક્ષય ન થાય ત્યાં સુધી ૨૧નું સત્તાસ્થાન ઘટે. ૧૩, ૧૨, ૧૧, ૫, ૪ એ પાંચ સત્તાસ્થાન ક્ષપક શ્રેણીમાં હોય છે.
પુરૂષવેદે શ્રેણી ચડે તેને પાંચના બંધ બેના ઉદયે પ્રથમ ૮ કષાયનો અંત પછી ક્ષય થાય ત્યારે ૧૩નું સત્તાસ્થાન ત્યારબાદ અંત પછી નપું. વેદનો ક્ષય થાય ત્યારે ૧રનું ત્યારબાદ અંત પછી
સ્ત્રીવેદના ક્ષયે ૧૧નું સત્તાસ્થાને તેમાંથી જ્યારે હાસ્યાદિ-૬નો અંતર્મુહૂર્ત ક્ષય થાય ત્યારે પુરૂષવેદનો બંધ અટકી જાય એટલે ૪ ના બંધમાં ૧ ના ઉદયે ૫ ની સત્તા ઘટે પછી પુરૂષવેદના સમન્યુન બે આવ૦ પછી ક્ષયે ૪ ની સત્તા ઘટે.
સ્ત્રીવેદે શ્રેણી ચડે તેને પાંચના બંધ બેના ઉદયે પ્રથમ ૮ કષાયના ક્ષયે ૧૩ નું સત્તાસ્થાન ત્યારબાદ નપું. વેદના ક્ષયે ૧૨ ની સત્તા ત્યારબાદ સ્ત્રીવેદનો સત્તામાંથી ક્ષય થાય ત્યારે જ પુરૂષવેદનો બંધ અટકી જાય તેથી સ્ત્રીવેદીને ૪ ના બંધમાં ૧ ના ઉદયે ૧૧ ની સત્તા ઘટે અને ત્યારબાદ હાસ્યાદિ-૬ અને પુરૂષવેદનો સાથે ક્ષય થતાં ૪ ની સત્તા ઘટે.
નપું. વેદે શ્રેણી ચડે તેને પાંચના બંધ ૨ ના ઉદયે પ્રથમ ૮ કષાયના ક્ષયે ૧૩ ત્યારબાદ નપું. વેદ અને સ્ત્રીવેદનો સાથે ક્ષય થાય છે અને તે જ સમયે પુરૂષવેદનો બંધ અટકે છે. તેથી નપું. વેદીને ૪ ના બંધમાં ના ઉદયે ૧૧ ની સત્તા ઘટે. ત્યારબાદ હાસ્યાદિ-૬ અને પુરૂષવેદનો ક્ષય એક સાથે થતાં ૪ ની સત્તા ઘટે.
સ્ત્રીવેદીને ૫ નું અને નપુ. વેદીને ૧૨ નું અને ૫ નું સત્તાસ્થાન ઘટતું નથી. ૫ ના બંધ વેદનો ઉદય છે એટલે ૧૨ ભાંગામાંથી ૪ પુરૂષવેદીના, ૪ સ્ત્રીવેદીના અને ૪ નપું. વેદીના ભાંગા છે. પણ ૪ ના બંધે વેદનો ઉદય નથી છતાં જે વેદમાંથી આવેલો હોય તેની અપેક્ષાએ સત્તાસ્થાન ઘટાવ્યા છે. એટલે ઉદયભાંગા વેદ સિવાય કષાયના ૪ (ચાર) જ છે.
૩૭.