________________
શ્વ સમ્યકત્વ માર્ગણામાં નામકર્મ
છ8
૭ મા મત (વિવક્ષા) પ્રમાણે – ૩૬૧૨ ઉદયભાંગા “તિરિ ઈન્થિ અજય સાસણ” (કર્મગ્રંથ ૪ થો ગાથા નં. ૨૬) એ પદ પ્રમાણે ઉપશમ સમકિત માર્ગણાને વિષે આહા. દ્રિક સિવાય ૧૩યોગ જણાવ્યા છે. તેમાં ઔદારિક મિશ્ર, વૈકિયમિશ્ર કે કામકાયયોગનો નિષેધ નથી. તેથી મનુષ્ય તિર્યંચો અને દેવો પણ ઉપશમ સમ્યકત્વમાં વર્તતા છતા, ઉત્તરવૈક્રિય શરીર બનાવતા હોય તો વૈ. લિ. ના ૫૬, વૈ. મનુ. ના ૩૫ ઉદયભાંગા પણ સંભવે. (સંયમી મનુષ્ય, શ્રેણીનું ઉપશમ સમકિત પામ્યા પછી અંતર્મુહૂર્ત પછી શ્રેણી શરૂ કરે છે એટલે શ્રેણી ચઢતાં પૂર્વે લબ્ધિ ફોરવે તો વૈક્રિય મનુષ્યના બધાભાંગા પણ સંભવે) અને દેવના પ૭ ઉદયભાંગા માને છે. તે આ રીતે દેવના ૨૧ ના ઉદયના * ૧ ઉદયભાંગા જ સંભવે એવું માને છે. કારણ કે ઉપશમ શ્રેણીથી ભવક્ષયે કાળ કરી અનુત્તરમાં જ જતા જીવને ઉપશમ શ્રેણીથી આવેલો હોવાથી ૨૧ ના ઉદયે શુભ પ્રકૃતિઓ જ ઉદયમાં હોય. એટલે ૨૧ ના ઉદયના ૧ જ ભાંગો હોય અને ૨૫ વિગેરે ઉદયસ્થાને ઉત્તર વૈ. હોવાથી બધા ઘટે તેથી ૨૫ થી ૩૦ ના ઉદયના ૫૬ અને ૨૧ ના ઉદયનો ૧ એ પ્રમાણે ૫૭ ઉદયભાંગા થાય તે આ પ્રમાણે.
સા. તિ. ના ૨૩૦૪ (૩૦-૩૧ ના ઉદયના, ૧૧૫૨+ ૧૧૫૨). વૈ. તિ. ના ૫૬ સા. મનુ.ને ૧૧૫ર (૩૦ ના ઉદયનો ૧૧૫૨) વૈ. મનુ. ના ૩૫ દેવના
૫૭ નારકીનો ૧ કુલ ૩૬૦૫ ઉદયભાંગા થાય
ઉદયભાંગા સંબંધી ઘણા મત હોવાથી અહીં કેટલીક વિવક્ષાએ ઉદયભાંગા જણાવીને હવે, બંધસ્થાન, બંધભાંગા, સત્તાસ્થાન સર્વ મતને વિષે સમાન છે. તે જણાવાય છે અને ત્યારપછી ૩૬૦૫ ઉદયભાંગાના મતનો સંવેધ જણાવાશે. કારણ કે બીજા બધા ઉદયભાંગા એમા અંતર્ગત થતા હોવાથી જે મતનો સંવેધ જાણવો હોય તે, તેટલા ઉદયભાંગાનો સંવેધ એમાંથી ખ્યાલ આવી જાય. બંધસ્થાન : ઉપશમ સમ્યકત્વ ૪ થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે. ત્યાં વર્તતા દેવો અને નારકી, મનુ. પ્રાયો. ૨૯ અને ૩૦ નો જ બંધ કરે અને તિર્યંચો, દેવ પ્રાયો. ૨૮ નો અને મનુષ્યો દેવ. પ્રાયો. ૨૮,૨૯,૩૦,૩૧ તથા અપ્રાયોગ્ય ૧ નો બંધ કરે તેથી બંધસ્થાન અને બંધમાંગા આ પ્રમાણે ઘટે. * ‘અહીં ૨૧ નો ઉદય ઉપ. સમ્યકત્વમાં ભવાન્તરમાંથી લઈને આવેલ પહેલા સંઘયાણવાળાની વિવક્ષા કરી છે. બાકીના ઉદયભાંગા નવું ઉતરવૈક્રિયના ઘટે.
3८८