________________
કચ્છી લશ્યામાર્ગણામાંનામકર્મ
કચ્છી
વૈમાનિકમાં છઠ્ઠા દેવલોકથી શુક્લલેશ્યા કહી છે અને મંદ શુક્લ લેશ્યાવાળા દેવો તિર્યંચ પ્રાયોગ્ય બંધ કરે છે. તેથી તે અપેક્ષાએ તિર્યંચના બંધભાંગા ગણીએ તો ૪૬૩૫+૯૨૧૬ (અપર્યા. તિ. પ્રા. ૧ વિના) એમ કુલ ૧૩૮૫૧ બંધભાંગા ઘટે.
એકે, ના ૪૨, વિકલ. ના ૬૬, અપર્યા. તિ. અને મનુ. ના ર-૨, નારકીના ૫, કેવલી મનુષ્યના ૨ (૯ અને ૮ ના ઉદયનો) ૧-૧ એમ કુલ ૧૧૯ ઉદયભાંગ ન સંભવે. કારણ કે ઉપરોક્ત જીવોને શુક્લલશ્યાનો સંભવ નથી તેથી ૧૧૯ વિના શેષ ૭૬૭૨ (૭૬૭૭) ઉદયભાંગા સંભવે. જો નારકીને ભાવથી શુક્લલેશ્યા માનીએ તો નારકીના ૫ ભાંગા સહિત જાણવા.
પૂર્વે જણાવ્યા મુજબ ૯૩ વિગેરે પાંચ સત્તાસ્થાન અને શ્રેણીમાં સંભવતા ૮૦ વિગેરે ચાર એ પ્રમાણે કુલ ૯ સત્તાસ્થાન સંભવે.
અહીં શુક્લલેશ્યા માર્ગણામાં પણ ૮૬ અને ૮૦ નું સત્તાસ્થાન બતાવ્યું છે તેનું કારણ પપ્રલેશ્યા માર્ગણામાં બતાવ્યા પ્રમાણે જાણવું.
(તેજો આદિ ત્રણે શુભલેશ્યામાં ૮૬,૮૦આ બંને સત્તાસ્થાનકવચિત કોઈક જીવની અપેક્ષાએ જ ઘટી શકે).
મનુ. પ્રાયો. ૨૯ ના બંધના ૪૬૦૮, બંધભાંગાનો સંવેધ પદ્મવેશ્યા માર્ગણામાં ૧૩૮૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ જ જાણવો. તિર્યંચ પ્રા. ર૯-૩૦ ના ૯૨૧૬ ભાંગાના સંવેધમાં દેવતાના ૬૪ ભાંગે ૯૨-૮૮ ની સત્તા જાણવી.
મનુ. પ્રાયો. ૩૦ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ તેજલેશ્યા માર્ગણામાં જણાવ્યા મુજબ જ જાણવો. (જુઓ પા. ૩૬૯-૩૭૦)
દેવ પ્રા. ૨૮,૨૯,૩૦,૩૧ ના બંધના અનુક્રમે ૮-૮-૧-૧ એમ કુલ ૧૮ બંધભાંગાનો સંવેધ અને અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ બંધ ભાંગાનો સંવેધ, સામાન્ય સંવેધ મુજબ જ જાણવો.
અબંધનો સંવેધ પણ સામાન્ય સંવેધ પ્રમાણે જાણવો, પરંતુ વિશેષ એટલે કે ચૌદમા ગુણઠાણે જ ઘટતું ૯ અને ૮નું ઉદયસ્થાન તથા ૮-૮ ની સત્તા અહીંન સંભવે એટલે કુલ ૧૧૦ભાંગામાંથી ૧૦૮ ઉદયભાંગા અને ૯૩ આદિ ૮ સત્તાસ્થાન જાણવા. છઠ્ઠાથી આઠમા દેવલોકના દેવો ને શુક્લલેશ્યા છે અને તેઓ તિર્યંચ પ્રાયોગ્ય બંધ કરે છે. તેથી મંદ શુક્લ લેગ્યાએ તિર્યંચ પ્રાયોગ્ય બંધની વિવક્ષા કરીએ તો. પં. તિર્યંચ પ્રાયો. ર૯ ના બંધના ૪૬૦૮ અને ૩૦ ના બંધના ૪૬૦૮ કુલ ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે.
૩૭૬