________________
0000 ગુણસ્થાનકમાં નામકર્મ 200.00
મિથ્યાત્વ ગુણઠાણે નરકત્રિક વિગેરે ૧૬ પ્રકૃતિનો બંધવિચ્છેદ થતો હોવાથી સાસ્વાદન ગુણઠાણે, એકે. વિકલે. અપર્યા. તિ. અપ. મનુ. અને નરક પ્રાયોગ્ય બંધ થતો નથી. તથા સાસ્વાદન ગુણઠાણે આહા. દ્વિક. તેમજ જિનનામનો બંધ પણ થતો નથી. માટે ૯૬૦૮ વિના બાકીના બંધસ્થાન અને બંધભાંગા અહીં સંભવે નહીં. અહીં દેવ, ૫. પંચે. તિર્યંચ અને ૫. મનુષ્ય પ્રાયોગ્ય બંધ હોય છે. ૨૯ અને ૩૦ ના બંધે પણ સાસ્વાદન ગુણઠાણે ૪૬૦૮ બંધભાંગાના સ્થાને છેવધું સંઘયણ અને હુંડક સંસ્થાન બંધાતું ન હોવાથી ૩૨૦૦ બંધભાંગા થાય છે. તે આ પ્રમાણે સંઘ. પત્ર સંસ્થાન ૫ × વિહાયોગતિ ૨ x સ્થિર અસ્થિરાદિ ષટ્ક (છવાર ડબલ કરવા)થી ગુણવાથી ૩૨૦૦ થાય.
૨૮ના બંધના દેવ પ્રાયો. ૮, ૨૯ ના બંધનાં પંચે. તિ. પ્રાયો ૩૨૦૦ અને મનુ. પ્રાયો. ૩૨૦૦ અને ૩૦ ના બંધના પંચે. તિ. પ્રાયો. ૩૨૦૦ એ પ્રમાણે કુલ ૯૬૦૮ બંધભાંગા થાય છે.
સાસ્વાદન ગુણઠાણું પરભવથી જીવ લઈને આવે તો પ્રથમના બે ઉદયસ્થાન સુધી ઘટે છે. કારણકે સાસ્વાદનો કાળ છ આવલિકા છે તેથી શરીર પર્યાપ્તિ પહેલાં સુધી અપર્યાપ્તાવસ્થામાં હોય, ત્રીજી પર્યાપ્તિથી અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનમાં ન હોય અને નવું સમ્યકત્વ પામે તો સાસ્વાદનપણું પામે, પરંતુ તે વખતે સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થાનાં ઉદયસ્થાનમાં હોય છે. નરકમાં સાસ્વાદન પામે, પરંતુ નરકમાં સાસ્વાદન લઈ જવાતું નથી તેથી નારકીના અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનમાં સાસ્વાદન ન હોય. સાસ્વાદન ગુણઠાણું લઈ નારકી સિવાયના લબ્ધિ પર્યાપ્તા (એકે.વિકલે. પંચે., તિ., મનુ. અને દેવ) જીવભેદમાં જવાય અને નવું સમ્યકત્વ પંચે. તિ.મનુ., દેવ અને નારકીમાં પ્રાપ્ત કરે ત્યારે ત્યાંથી પડતા સાસ્વાદન આવે છે. તેથી એકેન્દ્રિય વિગેરે જીવોને સાસ્વાદન ગુણઠાણે જુદા જુદા ઉદયસ્થાન નીચે મુજબ હોય છે.
અપર્યાપ્તાવસ્થામાં
પર્યાપ્તાવસ્થામાં
જીવ
એકેન્દ્રિય
વિકલેન્દ્રિય
પંચે. તિર્યંચ
મનુષ્ય
દેવ
નારકી
૨૧/૨૪
૨૧ ૨૬
૨૧ ૨૬
૨૧ ૨૬
૨૧ ૨૫
૧૯૧
૩૦/૩૧
૩૦
૨૯/૩૦
૨૯