________________
ગુણસ્થાનકમાં યોગાદિ ગુણિત મોહ.
ચોવીસી
૪૮ × ૨૪
૩૬૦ × ૨૪
ઉપયોગ ગુણિત – લેશ્યા ગુણિત
૬ × ૪
૬ x ૬૦
=
=
ચોથા ગુણ.માં છ ઉપયોગ અને છ લેશ્યા છે.
૧૧૫૨
૮૬૪૦
ઉદય ભાંગા
પવૃંદ
યોગ ગુણિત ચોવીસી અને ભાંગા ઉપર સત્તાસ્થાન
ક્ષાયિક સમ્યક્ત્વીને ૧૩ યોગમાંથી ૧૧ યોગે ૪ ચોવીસી એ ૨૧નું સત્તાસ્થાન.
ઔ. મિ. યોગે મનુષ્યને છેલ્લા ભવમાં તેમજ યુગ. તિર્યંચ મનુષ્યને ચાર ભવવાલાની અપેક્ષાએ બીજા ભવે અપ. અવસ્થામાં પુરુષ-સ્ત્રીવેદમાં ચાર ષોડષકે ૨૧ની સત્તા હોય. ચોથું ગુણ. લઈને મનુષ્ય-તિર્યંચમાં નપુ. ઉત્પન્ન ન થાય. તેથી ચોવીસીના બદલે ષોડશક સમજવા.
વૈ. દ્વિકયોગે ૮ ષોડશક જાણવાં, કારણ કે ચોથા ગુણ. સહિત દેવમાં સ્ત્રીપણે (દેવીપણે) ન થાય. તેથી દેવમાં પુરુષવેદના, નારકીમાં નપુ. એમ ૮+૮ કુલ ૧૬ ષોડશક ભાંગા જાણવા અને ૨૧નું સત્તાસ્થાન.
ઉપશમ સમ્યક્ત્વ લઈને ભવાન્તરમાં ન જવાય તેથી ઉપશમ સમ્યક્ત્વ ઔ. મિશ્ર, વૈ. મિશ્ર અને કાર્પણ કાયયોગ ન હોય. શેષ ૯ યોગે ૪ ચોવીસીએ ૨૮ અને ૨૪ની સત્તા તેમજ વૈ. કાયયોગે દેવ-નરકની અપેક્ષાએ ૧ યોગે ચાર ચોવીસી એ ૨૮નું એક સત્તાસ્થાન હોય.
દેવ-નરકમાં નવું ઉપશમ સમ્યક્ત્વ હોય તે સમ્યક્ત્વ વખતે ૨૮ નું સત્તાસ્થાન હોય. ૨૪ની સત્તા શ્રેણીના ઉપશમ સમ્યક્ત્વમાં અથવા ક્ષયોપશમ સમ્યક્ત્વીને જ હોય.
ક્ષાયોપશમ સમ્યક્ત્વીને (૪ મનના ૪ વચનના અને ૧ ઔ. કાય.) ૯ યોગે ચાર ચોવીસી અને મનુષ્યભવને આશ્રયીને ૪ (૨૮, ૨૪, ૨૩, ૨૨) સત્તાસ્થાન હોય.
ઔ. મિશ્રયોગે – ૪ ષોડશક (નપુ. વેદ વિના)માં ૨૮, ૨૪, ૨૨ની સત્તા હોય, તેમાં દેવનરકમાંથી મનુષ્યમાં આવનારની અપેક્ષાએ ૨૮ અને ૨૪ તથા યુગ. તિર્યંચ મનુષ્યમાં ક્ષાયિક પામતો જાય ત્યારે ચરમગ્રાસ વખતે ૨૨ની સત્તા સંભવે.
૧૬૯
વૈ. કાયયોગ દેવ-નારકીમાં હોય. ત્યાં ૨૩નું સત્તાસ્થાન ન હોય તેથી વૈ. કાયયોગે ૪ ચોવીસીએ ૨૮, ૨૪ તથા સ્ત્રીવેદ સિવાયના ૪ ષોડશકે ૨૨ની સત્તા ઘટે. કારણ કે ચોથું ગુણ. સહિત દેવમાં દેવીપણે ઉત્પન્ન થાય નહી. તેથી વૈ. કાયયોગે સ્ત્રીવેદે ૨૨ની સત્તા ન ઘટે.