________________
Sav
ગુણસ્થાનકમાં મોહનીયકર્મ Save 2 S
ગુણસ્થાને મોહનીય કર્મના બંધસ્થાન
गुणठाणएसु अठ्ठसु, इक्किक्कं मोहबंधठाणं तु । पंच अनि अट्टिठाणे, बंधोवरमो परं तत्तो ॥४८॥
'
ગાથાર્થ : મિથ્યાત્વાદિ આઠ ગુણસ્થાનને વિષે મોહનીય કર્મનું એક-એક બંધસ્થાન છે. અનિવૃત્તિ બાદર ગુણઠાણે પાંચ બંધસ્થાન છે અને તેનાથી આગળ બંધનો અભાવ છે.
૫૪૮૫
ચૌદ ગુણસ્થાનને વિષે મોહનીય કર્મના બંધસ્થાન જણાવે છે. મિથ્યાત્વ વિગેરે આઠ ગુણસ્થાનને વિષે એક-એક બંધસ્થાન આ પ્રમાણે હોય છે. મિથ્યાત્વે ૨૨નું, સાસ્વાદને ૨૧નું, મિત્રે ૧૭નું, અવિરતે ૧૭નું, દેશવિરતે ૧૩નું, પ્રમત્તે ૯નું, અપ્રમત્તે ૯નું અને અપૂર્વકરણે ૯નું બંધસ્થાન હોય છે તથા અનિવૃતિબાદરે પનું, ૪નું, ૩નું, ૨નું અને ૧નું એ પ્રમાણે પાંચ બંધસ્થાન હોય છે. તેનાથી આગળ સૂક્ષ્મસંપરાયાદિ ગુણઠાણે બંધનો અભાવ છે.
બંધભાંગા મિથ્યાત્વે–૬, સાસ્વાદને-૪, મિશ્ર-૨, અવિરતે-૨, દેશવિરતે-૨, પ્રમતે-૨, અપ્રમત્તે-૧, અપૂર્વકરણે-૧ તથા અનિવૃત્તિબાદરે પાંચ બંધસ્થાનના દરેકના અનુક્રમે ૧, , ૧, ૧ અને ૧ એમ કુલ પાંચ ભાંગા હોય છે.
ગુણસ્થાનકે મોહનીય કર્મના ઉદયસ્થાન
૧લું ગુણસ્થાન
सत्ताइ दस उ मिच्छे, सासायणमीसए नवुक्कोसा । छाइ नव उ अविरए, देसे पंचाइ अट्ठेव ॥४९॥
:
ગાથાર્થ : મિથ્યાત્વે સાતથી દશ સુધીનાં, સાસ્વાદને અને મિત્રે સાતથી નવ સુધીનાં, અવિરતે છ થી નવ સુધીનાં અને દેશિવરતે પાંચ થી આઠ સુધીનાં ઉદયસ્થાનો હોય છે.
૫૪૯૫
બંધસ્થાન : ૧ (૨૨નું) બંધભાંગા : ૬
ઉદયસ્થાન : ૪ (૭નું, ૮નું, ૯નું, ૧૦નું) કષાય વેદ યુગલ ક્રોધાદિ ૪ × ૩ × ૨ = (૨૪) ચોવીસી ભાંગા હોય ત્યાં
=
૧ ચોવીશી આ પ્રમાણે
આ રીતે ગુણાકાર સમજવો.
૧૫૫