________________
૩૦
મહાવીર સ્વામીનું શરીર આત્માગુલ વડે ૮૪ આંગળનું હતું, તેને બમણું કરતાં ૧૬૮ ઉત્સધાંગુલ થાય. ૨૪ આંગળને ૧ હાથ, માટે ૧૬૮ આંગળને વશ આંગળે ભાંગતાં ૭ ઉત્સધ હાથ મહાવીર સ્વામીનું શરીર જાણવું. ૮૪ લાખ યોનિમાંથી ક્યા જીવની કેટલી યોનિ ? પુઠવાઈસુ પત્તેય, સગ વણ પત્તેય કુંત દસ ચઉદ, વિગલે દુદુ સુર નામ્ય તિરિ ચઉ ચાઉ ચઉદસ રેસ-૨૯૪ પુઠવાઈમુ-પૃથ્વીકાયાદિને | વિગલે-વિકલૈંદ્રિયને વિષે.
દુદુ-બબે લાખ. પત્તયં-દરેકની.
સુર-દેવતા. સગ-સાત લાખ.
નારય-નારકી. વણ–વનસ્પતિકાયની. પૉય-પ્રત્યેક.
તિરિ-તિર્યંચને વિષે. અણુત-સાધારણ.
ચઉ ચઉ-ચાર ચાર લાખ. દસ-દશ લાખ.
ચઉદસ-૧૪ લાખ. ચઉદ-ચૌદ લાખ.
નસુ-મનુષ્યને વિષે. શબ્દાર્થ–પૃથ્વીકાયાદિ (ચાર) ને વિષે દરેકની . સાત લાખ યોનિ, પ્રત્યેક વનસ્પતિકાયની ૧૦ લાખ, સાધારણ વનસ્પતિકાયની ૧૪ લાખ, વિકસેંદ્રિય (બેઇન્દ્રિય તેઈદ્રિય અને ચઉરિંદ્રિય) ને વિષે બબ્બે લાખ, દેવતા નારકી અને તિર્યંચ પંચેંદ્રિય ને વિષે ચાર ચાર લાખ અને મનુષ્યને વિષે ૧૪ લાખ યોનિ હોય છે.
વિવેચન–નિ એટલે ઉત્પત્તિ સ્થાન, જે ઉત્પત્તિ સ્થાનને વર્ણ ગંધ રસ અને સ્પર્શ એક સરખો હોય તે એક યોનિ અને ભિન્ન હોય તે જુદી એનિ. એનેંદ્રિયની ૭+૭+૭+૭+૧૦+૧ = પર લાખ એનિ. વિકલેંદ્રિયની