________________
૨૭૩
વિવેચન-પુરૂષવેદી દેવ મનુષ્ય અને તિર્યંચ એ ત્રણ ગતિમાંથી નીકળી, મનુષ્યમાં આવી, કોઈ પુરૂષ થાય, કોઈ સ્ત્રી થાય, કેઈ નપુંસક થાય; એવી રીતે સ્ત્રીવેદી દેવી વિગેરે ત્રણ ગતિમાંથી નીકળી કોઈ સ્ત્રી થાય, કેાઈ પુરૂષ થાય, અને કોઈ નપુંસક થાય; એવી રીતે નપુંસક વેદી નારકી તિર્યંચ અને મનુષ્યમાંથી નીકળી મનુષ્યમાં કોઈ નપુંસક થાય, કેઈ સ્ત્રી થાય અને કેઈ પુરૂષ થાય; એમ નવ ભાંગા થાય. તેમાં જે પુરૂષ વેદ થકી આવી મનુષ્યમાં પુરૂષ થઈને મોક્ષે જાય, તો ઉત્કૃષ્ટથી ૧ સમયે ૧૦૮ મેક્ષે જાય અને બાકીના ૮ ભાંગામાંથી દરેક ભાંગે ૧ સમયમાં ૧૦ મોક્ષે જાય. હું ભાંગા આ પ્રમાણે. ૧. પુરૂષ વેદી વૈમાનિક દેવોમાંથી આવીને મનુધ્યમાં પુરૂષ થઈને મોક્ષે જાય, તો તે સમયે ૧૦૮ મેક્ષે જાય. ૨. પુરૂષ વેદ થકી આવીને મનુષ્યમાં સ્ત્રી થઈને મોક્ષે જાય, તે એક સમયે ૧૦ મોક્ષે જાય. ૩. પુરૂષ વેદ થકી આવીને મનુષ્યમાં કૃત્રિમ નપુંસક થઈને મેક્ષે જાય, તો ૧ સમયે ૧૦ મોક્ષે જાય. ૪. સ્ત્રી વેદ થકી આવીને મનુષ્યમાં પુરૂષ થઈને મોક્ષે જાય, તે ૧ સમયે ૧૦ મોક્ષે જાય. ૫. સ્ત્રી વેદ થકી આવીને મનુષ્યમાં સ્ત્રી થઈને મોક્ષે જાય, તો ૧ સમયે ૧૦ મોક્ષે જાય. ૬. સ્ત્રી વેદ થકી આવીને મનુષ્યમાં કૃત્રિમ નપુંસક થઈને મોક્ષે જાય, તો ૧ સમયે ૧૦ મેશે જાય. ૭. નપુંસક વેદ થકી આવીને મનુષ્યમાં પુરૂષ થઈને મોક્ષે જાય, તો ૧ સમયે ૧૦ મોક્ષે જાય. ૮. નપુંસક વેદ થકી આવીને મનુષ્યમાં સ્ત્રી થઈને મોક્ષે જાય, તે ૧ સમયે ૧૦ મોક્ષે