________________
- ૫૪
સાતે નારકીનું ઉત્કૃષ્ટ અને જઘન્યથી અવધિ ક્ષેત્ર. રયણાએ ઓહિ ગાઉઆ, ચત્તારિઅ ગુરૂલહુ કમેણ, પઈ પુઢવિ ગાઉદ્ધ, હાયઈ જા સત્તમિ ઈગદ્ધ. ર૪૦ રયણુએ-રત્નપ્રભાને વિષે | પઈપુત્રવિ-દરેક પૃથ્વી પ્રત્યે. આહિ-અવધિજ્ઞાન. ગાઉદ્ધ-અર્ધગાઉ. ગાઉ અગાઉ.
હાઈ–ઘટે છે. ચત્તાર-ચાર.
જા–ચાવત્ અ-સાડાત્રણે.
સત્તમિ-સાતમીને વિષે. ગુર-ઉત્કૃષ્ટ.
ઈગ-એક ગાઉ. લહુ-જઘન્ય. કમૅણ-અનુકમે.
અદ્ધ-અર્ધ ગાઉ. | શબ્દાર્થ–રત્નપ્રભાને વિષે ઉત્કૃષ્ટ અને જઘન્ય અવધિજ્ઞાન અનુક્રમે ૪ ગાઉ અને ૩ ગાઉ છે. દરેક પૃથ્વી પ્રત્યે અર્ધ ગાઉ ઘટે છે, યાવત્ સાતમી (પૃથ્વી) ને વિષે ઉત્કૃષ્ટ (અવધિ જ્ઞાન) ૧ ગાઉ અને જઘન્ય (અવધિ જ્ઞાન) અર્ધ ગાઉ હોય છે.
વિવેચન–સાતમી નરકમાં ઉત્કૃષ્ટ અવધિ જ્ઞાન ૧ ગાઉ છે, તો સાતમી નરકમાં ઉત્પન્ન થએલ બ્રહ્મદત્ત ચક્રવતી “હા કુર્મતિ” એમ પિોકારે છે અને છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયેલ બ્રહ્મદત્તની સ્ત્રી કુમંતી “હા (ઈતિ ખેદે) બ્રહ્મદત્ત” એમ પોકારે છે, તે કેવી રીતે પોતાના ભર્તારને જાણે? જાતિ સ્મરણ જ્ઞાનથી જાણે, પણ અવધિ જ્ઞાનથી જાણે નહિ.