________________
૨૦૬
શબ્દાર્થ-નારકી ૧૦ પ્રકારની ( ક્ષેત્ર ) વેદનાવાળા હોય છે. ૧ શીત, ૨ ઉષ્ણ, ૩, ક્ષુધા, ૪ તૃષા, ૫. ખરજ, ૬. પરવશપણું, ૭ તાવ, ૮ દાહ, ૯ ભય અને ૧૦ શેક નિચે નારકીના છ વેદે છે. (ભેગવે છે. )
વિવેચન–પષ માસમાં રાત્રિએ હમ પડતો હોય, વાયુ વાતે હોય, ત્યારે વસ્ત્ર વિનાના મનુષ્યને હિમાલય પર્વત ઉપર જે દુઃખ થાય, તે કરતાં અનંત ગુણ દુઃખ તે નારકીને શીત વેદનાનું હોય છે. તે શીત વેદનાવાળી નરક થકી ઉપાડીને નારકીઓને પૂર્વોક્ત મનુષ્યના સ્થાને રાખવામાં આવે, તો તે નારકી અનુપમ સુખ ભોગવતા નિદ્રાને પામે. ગ્રીષ્મ રૂતુમાં મધ્યા સમયે મેવ હિત સૂર્ય માથા ઉપર તપતો હોય તથા ચાર દિશાએ ચાર અગ્નિની જ્વાલા સળગતી હોય એવી રીતે પંચાગ્નિથી યુક્ત, પિત્તના પ્રકપવાળા, છત્ર રહિત મનુષ્યને જે વેદના થાય, તેથી અનંત ગુણ દુઃખ નારકીને ઉષ્ણ વેદનાનું હોય છે, તે નારકીને ઉપાડીને અહીં બળતા ખેરના અંગારામાં કઈ મૂકે, તે તે નારકી સુખેથી નિદ્રા લે. અઢીદ્વીપનાં ધાન્ય ખાય તે પણ નારકીની ભૂખ શમે નહિ. બધી નદી, સમુદ્ર અને સરેવરનાં પાણી પીએ, તોપણ નારકીનું ગળું તાલ અને હેઠ તે સુકાતાંજ રહે. છરી વડે ખણતાં પણ નારકીના શરીરે ખસની ખંજવાળ મટે નહિ. નારકીના છ સદા પરવશ હોય છે. અહીંના તાવવાળા મનુષ્ય કરતાં અનંત ગુણ તાવ હમેશાં નારકીના શરીરે હોય છે. અંદરથી બળી જાય તે દાહ પણ નારકને હોય છે. નારકીના જીવન પરમાધામી