________________
શ્રી શત્રુંજય ગિરિ અને ષકાય. આ શત્રુંજયના ચિત્રમાં ૧. પૃથ્વીકાય,૨. અપકાય૩.તેઉકાય.વાઉકાય ૫. વનસ્પતિકાય અને ૬. ત્રસકાય બતાવવામાં આવી છે જેમકે –
૧. આ શત્રુંજયાદિ પર્વત તથા જમીન તે પૃથ્વીકાય. ૨. શત્રુંજી નદીનું જળ, તથા શત્રુંજી નદી સમુદ્રને મળે છે, તે સમુદ્રનું પાણી અપકાય છે. ૩. તેમાં ઉગેલાં વૃક્ષે તે વનસ્પતિકાય છે. ૪. સુકું ઘાસ અને સળગતાં લાકડાં લાલ રંગનાં દેખાય છે તે અગ્નિકાય છે. ૫. સમુદ્રમાં વહાણ વાયુને લીધે ચાલે છે તથા અગ્નિને ધુમાડે વાયુને લીધે અમુક દિશા તરફ જાય છે ૬. પર્વત ઉપર ચાલતાં મનુષ્ય, તેમજ ઉડતાં પક્ષી એ ત્રસકાય છે. - જ્યાં પૃથ્વી હોય ત્યાં જળ અવશ્ય હાય, અને જ્યાં પૃથ્વી અને જળ હોય ત્યાં અવશ્ય વનસ્પતિ ઉગે, અને જ્યાં વનસ્પતિ હોય ત્યાંજ અગ્નિ પ્રગટે છે. અને જ્યાં અગ્નિ હોય, ત્યાં તેને વૃદ્ધિ કરનાર વાયુ પણ સાથે હોય છે.
શેત્રુંજયનો બ્લોક પ્રસિદ્ધ કર્તાએ થરા નિવાસી પિતાના પિતાથી પુરૂષોત્તમદાસ નથુભાઈના સ્મરણાર્થે કરાવ્યો છે, વિકલેંદ્રિય અને પચૅકિયના બ્લોકો અમદાવાદ નિવાસી રાવસાહેબ મેહનલાલભાઈ વાડીલાલની આર્થિક સહાયતાથી પ્રકાશ કરાવ્યા છે તેથી તેમનો આભાર માનવામાં આવે છે. જીવવિચાર સાથે સચિત્ર.
* ૦-૩-૦ નવ તત્વ સાથે અઢી દ્વીપના નકશા સાથે. ૦-૫-૦ દંડક અને લધુ સંગ્રહણું સાર્થ અઢી દ્વીપના નકશા સાથે. ૦-પ-૦ જીવવિચારાદિ ચાર પ્રકરણ સાથે ચિત્રો અને અઢી દ્વીપના નકશા સાથે પાકું પૂંઠું,
બહાસંગ્રહણી સાથે જેમાં મૂલગાથા, શબ્દાર્થ, વિવેચન, કેછકે, પ્રશ્ન વિગેરે સહિત કિંમત રૂા. ૧-૪-૦ પાકું પૂંઠું અને ઉચા ગ્લેઝ કાગળમાં તૈયાર થશે. અગાઉથી ગ્રાહક થવા ચૂકશે નહિ. શ્રાવક અમૃતલાલ પુરૂષોત્તમદાસ. દેશીવાડાની પોળ, અમદાવાદ..