________________
પુસ્તકને જેમ તેમ રખડતું મૂકી આશાતના કરવી નહિ.
પ્રસ્તાવના. દરેક મનુષ્ય સર્વજ્ઞ ભાષિત જ્ઞાન (ધાર્મિક જ્ઞાન) મેળવવાનો અવશ્ય ઉદ્યમ કરે, કારણકે તે જ્ઞાનથી આત્મા કાલેમાં રહેલાં સર્વ દ્રવ્યો જાણી શકે છે, એટલું જ નહિ પણ તદનુસાર વર્તન કરી કર્મ ખપાવી આત્મા અમૃતપદ (મેક્ષ) મેળવે છે.
એક ધર્માભિલાષિણી શ્રાવિકા તરફથી આ બૃહત્સંગ્રહણી પ્રકરણનું ભાષાન્તર કરી પ્રસિદ્ધ કરાવવાનું કામ મને સોંપવામાં આવ્યું, તે મેં મારી યથામતિ અત્યાર સુધી છપાયેલ પુસ્તકેથી જુદી શૈલીએ તેનું ભાષાન્તર કરી ભણનારને અત્યંત સરળ પડે, તેવી રીતે ગાથા, છૂટા શબ્દાર્થ, ગાથાર્થ, વિવેચન, ૭૦ યંત્રો અને પ્રશ્નો સહિત પ્રેસ કેપી તૈયાર કરી છપાવીને પ્રસિદ્ધ કર્યું છે.
આ બૃહત્સંગ્રહણી પ્રકરણમાં દેવ નારકી મનુષ્ય અને તિર્યંચ ગતિના છેવનાં આયુષ્ય, અવગાહના, ઉપપાત વિરહ, વન વિરહ, ઉપપાત સંખ્યા, ચ્યવન સંખ્યા, ગતિ, આગતિ તથા દેવ અને નારકીનાં ભવન, તેમજ તે ઉપરાંત દેવાદિકનાં ચિહ, શરીરને વર્ણ, સામાનિક, આત્મરક્ષક, ૩ પર્ષદા, ૭ પ્રકારનાં સૈન્ય, અવધિ જ્ઞાન, લેશ્યા, ત્રણ પ્રકારના અંગુલનું સ્વરૂપ, વેદ, યોનિ, કુલકેડી, આયુષ્ય સંબંધી ૭ બેલ, પર્યાપ્તિ અને ૨૪ દંડક વિગેરે અનેક બાબતોનું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. તે અનુક્રમણિકા વાંચવાથી આપને માલુમ પડશે.
મતિ મંદતાથી કે પ્રેસ દેષથી કાંઈ ભૂલચૂક કે અશુદ્ધિ થઈ હેય, તે માટે ત્રિકરણ યોગે મિયા દુષ્કત દઉં છું, તથા સજજને સુધારીને વાંચશે અને જણાવવા કૃપા કરશો. તા. ૧-૭-૩૬ દેશીવાડાની પોળ.
પ્રસિદ્ધ કર્તા અમદાવ દ.
શ્રાવક અમૃતલાલ પુરૂષેમદાસ.