________________
૧૪૪
સર્વેસિપિસર્વ (દેવ) | ઇગ દુ તિ-એક બે ત્રણ નો પણ.
સંખ-અસંખા-સંખ્યાતા જહને-જઘન્ય.
અને અસંખ્યાતા. સમ–સમય.
ઇગ સમએ-એક સમયે. એમેવ–એ પ્રમાણે ચવણ–ચ્યવન.
હન્તિ–ઉત્પન્ન થાય છે. વિરહોવિ-વિરહ પણ. | અવન્તિ-મરે છે. | શબ્દાર્થ–સર્વ દેવે પણ જઘન્યથી ઉપપાત વિરહકાલ સમય હોય છે એ પ્રમાણે ચ્યવન વિરહ પણ જાણ એક સમયે દેવે એક બે ત્રણ સંખ્યાતા અને અસંખ્યાતા ઉત્પન્ન થાય છે અને મરે છે.
વિવેચન-ભવનપતિથી માંડીને સર્વાર્થ સિદ્ધ સધીના દેને જઘન્ય ઉપપાત વિરહકાલ ૧ સમય છે. ભવનપતિ વિગેરે દેવનો જઘન્ય ચ્યવન વિરહકાલ પણ ઉપપાત વિરહ કાલ પ્રમાણે ૧ સમય જાણુ.
ભવનપતિથી માંડીને સહસ્ત્રાર સુધીના દેવામાં જઘન્યથી એક બે ત્રણ ઉપજે અને મરે, તથા ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા ઉપજે અને મરે, કારણ કે અસંખ્યાતા તિર્યંચા, મરીને સહસ્ત્રાર દેવલોક સુધી ઉત્પન્ન થાય છે. આનતાદિ દેમાં મનુષ્યજ ઉત્પન્ન થાય છે અને મનુષ્ય સંખ્યાતા હોવાથી ત્યાં આનતાદિ દેવામાં સંખ્યાતાજ ઉપજે તથા તે દેવે પણ મનુષ્યમાંજ ઉપજે માટે સંખ્યાતાજ એવે (મરે).
કે
૧. ૫–૧૦–૧૫–૨૦–૨૫ અને ૩૨ સાગરોપમ આયુષ્યવાળા દેવના
શરીરનું પ્રમાણુ કહે.