________________
(૨૭૨) ત્રીજો ઉદ્દેશા કહે છે.
ખીજ ઉદ્દેશો કહીને હવે ત્રીજો કહે છે. તેના આ પ્રમાણે સંખ'ધ છે. ગયા ઉદ્દેશામાં ભગવાનની શય્યા ( વસતિ ) નુ વર્ણન કર્યું. અને તે સ્થાનામાં જે ઉપસર્ગો અને પરીષહે સહન કર્યા, તે બતાવવા આ ઉદ્દેશા કહે છે. આ સંબંધે આવેલા ઉદ્દેશાની આ સૂત્ર ગાથાઓ છે. तणफा से सीयफा से य तेउ फार्म य दंसमसगे य अहिवासए सया समिए फासाइं विरूवरूवाई ॥ १ ॥ अह दुच्चरलाढमचारी वज्जभूमिं च सुन्भभूमिं च । पंत सिज सेवि आसणगाणि चैव पंताणि ॥ २ ॥ लाहिं तस्वसग्गा बहवे जाणवया लुसिंतु । अह लूहदेतिए भत्ते कुक्कुरातत्थ हिंसितु निवसु | ३ | अप्पे जगे निवारेइ लूपणए सुणए दसमाणे । छुच्छुकारिंति अहं समणं कुक्कुरा दसंतुत्ति ॥४॥
કુશ દ વિગેરે તૃણના કઠોર ફ્રા, તથા ઠંડીના સ્પર્શે તથા શ્રીષ્મ રૂતુમાં ઉનાળા વિગેરેના તાપ દુઃખદાયી હતા અથવા ભગવાનને ચાલતાં તેજ (અગ્નિ) કાયજ હતા, તથા ડાંસમચ્છરો વિગેરે હતા, તેવા જુદી જુદી જાતિના સ્પર્શોને ભગવાન સમતાથી અથવા સમિતિવડે સહન કરતા!!