________________
(૨૩૨) (રસ) માં વ્યવસ્થા કરતે પલ્યોપમના અસંખ્ય ભાગ હીન ઉત્તરોતર સ્થિતિબંધ કરતે કરણુકલિથી પણ પહેલાં અંત મુંહમાં વિશુદ્ધ માન બનીને ત્રણ કરણ કરે છે, તે પ્રત્યેકઅંતર્મુહુર્તના છે. તે કહે છે-(૧) યથા પ્રવૃત્ત (૨) અપૂર્વ (૩) અનિવૃત્તિકરણ છે અથવા એથી ઉપશાંતથી થાય છે. તેમાં યથા પ્રવૃત્ત કરણમાં દરેક સમયે અનંત ગુણ વૃદ્ધિવાળી વિશુદ્ધિને અનુભવે છે. તેમાં સ્થિતિ ઘાત, રસઘાત, ગુણ શ્રેણિ, ગુણ સંકમણ આમાંથી કઈ પણ હેતું નથી તેજ પ્રમાણે બીજા અપૂર્વકરણમાં છે. તેને પરમાર્થ કહે છે કે તેમાં અપૂર્વ અપૂર્વ ક્રિયાને મેળવે છે. તેથી અપૂર્વ કરણ છે. તેમાં પ્રથમ સમયે જ સ્થિતિ ઘાત રસ ઘાત ગુણશ્રેણિ ગુણ સંક્રમ અને અન્ય સ્થિતિ બંધ એ પાંચ પણ અધિકાર સાથે પૂર્વે ન હોતા, અને હવે છે, તેથી અપૂર્વ કરણ છે. તે પ્રમાણે અનિવૃત્તિકરણમાં અન્ય અન્યને પરિણામે ઉઠ્ઠઘતા નથી. માટે તે અનિવૃત્તિ કરણ છે. એને સાર આ છે કે પહેલે સમયે જે જીએ આ કરણ ફર તે બધામાં તુલ્ય પરિણામ છે. એ પ્રમાણે બીજા સમયમાં પણ જાણવું. અહીંયા પણ પૂર્વે જ બતાવેલા સ્થિતિઘાત વિગેરે પાંચે પણ અધિકાર સાથે વર્તે છે. તેથી જ આ ત્રણ કરણવડે ઉપર બતાવેલા કમવડે અનંતાનુબંધીના કષાયોને ઉપશમાવે છે.