________________
મન વચન કાયાથી જીવેને દુઃખ દેવા રૂપ જે દંડ છે, તે દૂર કરવાથી તે નિશ્ચિત દંડવાળા (સંયમ પાળનારા) છે. તથા તપ સંયમમાં ઉદ્યમ કરવાથી સમાહિત (શત) અંતકરણ વાળા છે, તેમને જિનેશ્વર વિશેષથી ધર્મ કહે છે, તેજ પ્રમાણે પ્રકર્ષથી જણાય, તે પ્રજ્ઞાન છે, તેવું જ્ઞાન ધરાવનાર બુદ્ધિમાનેને આ મનુષ્ય માં જ્ઞાનદર્શન ચારિત્ર રૂપ મુક્તિ માર્ગ છે તે બતાવે છે, આ પ્રમાણે સમેસરણમાં સાક્ષાત્ ધર્મ સંભળાવતાં કેટલાક લઘુકમ છે (પૂર્ણ શ્રદ્ધા થત) તેજ વખતે ચારિત્ર ગ્રહણ કરે છે, પણ બીજા તેમ ચારિત્ર લેતા નથી, તે કહે છે, એટલે ઉપર કહ્યા પ્રમાણે કર્મવિવર જેમને મળ્યું તેવા કેટલાક ભવ્યાત્માએ જિનેશ્વર પાસે ધર્મ સાંભળતાંજ સંયમ સંગ્રામની ટચે પરાક્રમ બતાવે છે, અથવા પર તે ઇન્દ્રિય અથવા કર્મ શત્રને જીતવા પરાક્રમી બને છે, (અવિ શબ્દને અર્થ “ર” છે, અને “”ને અર્થ વાક્યને ઉપન્યાસ કરવા માટે છે) હવે તેથી ઉલટું કહે છે. તીર્થકર પિતે બધા સંશયને છેદનારા ધર્મ કહે છે, છતાં કેટલાકને પ્રબળ મેહના ઉદયે ઘેરી લેવાથી સંયમમાં ખેદ પામતા રહે છે, (કાંતે સંયમ લેતા નથી, લે, તે પૂરે પાળતા નથી) તેવાને તમે જુઓ (ગુરૂ શિષ્યને કહે છે) તે બહળ કમ સંયમમાં દુઃખ પામતા છ કેવા છે. તે કહે છે, આત્માના - હિતને માટે જેમની પ્રજ્ઞા (બુદ્ધિ) કામ કરતી નથી, તે