________________
૧૭)
સુખેથી પાર પહેંચે છે. આદિ શબ્દથી જાણવું કે ચાર વિગેરેના ભયમાં વિવેકી માણસ સુખથી તે વિશ્વને દુર કરી સુખી થાય છે. તે જ પ્રમાણે સાધુ પણ ભાવથી સદા વિવેકી હેવાથી જાગતે રહિને બધાં કલ્યાણને મેળવે છે સુતા અને જાગતા સંબંધી ગાથાઓ કહે છે – जागरह गरा णिच्चं जागर माणस्त वडए बुडी। जो सुअइ न सो धण्णो जो जग्गह सो सयाधन्नो ॥१॥
જાગતા માણસની બુદ્ધિ વધે છે માટે માણસે ! તમે જાણે ( અલ્પનિદ્રા કરે). જે સુવે છે, તે ધન્યવાદને ચગ્ય નથી, પણ જાગતે માણસ ધન્યવાદને ગ્ય છે. सुअइ सु अंतस्स सुअं संकियखलियं भवे पमत्तस्त जागरमाणस्स सुअं थिरपरिचिअमप्पमत्तस्स ॥२॥
જે ઘણું સુવે છે તેને પ્રમાદથી તેનું ભણેલું શંકાવાળું તથા ભુલવાળું થાય છે, પણ અપ્રમાદી જાગતા સાધુનું ભણેલું સ્થિર પશ્ચિયવાળું (ભુલ વગરનું) રહે છે. नालस्लेण समं सुक्खं, न विजा सह निदया। नवेरग्गं पमाएणं, नारंभेण दया लुया ॥३॥
આળસની સાથે સુખ નથી. (આળસુને સુખ ન હય;) તથા નિદ્રાની સાથે વિદ્યા ન હોય, પ્રમાદની સાથે વિરોગ્ય ન હિય; તથા આરંભ કરનારને દયા ન હોય.