________________
(૧૨૪) સૂત્રમાં જે શબ્દ છે, તે સામાન્યથી લીધેલ છે, અને જે આર વડે આઠ પ્રકારનાં કર્મને આશ્રય કરે છે, તે આસ્ત્રવે છે, અને જે અનુષ્ઠાને કરવાથી બધી રીતે કર્મ ચાય તે પરિસ્સવ છે, હવે પૂર્વે જે આત્મ કર્મ બંધનાં સ્થાન બતાવ્યાં, તે પિતેજ કર્મની નિર્જરાનાં કારણે થાય છે, તેને ભાવાર્થ એ છે કે સામાન્ય બુદ્ધિવાળાને મેહ કરાવે તેવા કુલની માળા તથા સુંદર સ્ત્રી સુખકારણ વાતે માનવાથી તે વસ્તુઓ તેમને કર્મ બંધને હેતુ થવાથી અસ્રિવ છે, પણ તેજ વસ્તુઓ તત્વને જાણનારા વિષય સુખથી દૂર રહેલા મહાત્માઓને કુલની માળા વિગેરે નકામી જેવી લાગવાથી તથા સંસાર ભ્રમણ કરાવનારી જાણીને તે વહુએથી તેને વૈરાગ્ય થાય છે, તેથી કહ્યું કે, જે આસન છે, તે જ્ઞાનીને પરિસ્સવ એટલે નિર્જરનું સ્થાન છે, તથા બધી વસ્તુઓનું અનેકાંત પણું બતાવવા તેથી ઉલટું સૂત્ર કહે છે, જે પરિસ્ટ છે તે આસ્ત્ર થાય છે, એટલે અરિહંત સાધુ તપ સંયમ દશ વિધ ચક્રવાળ સમાચારી અનુષ્ઠાન વિગેરે ભવ્યાત્માને નિર્જ રાનાં સ્થાન છે, તે જ ઉત્તમ પદાર્થો જેને અશુભ કર્મને ઉદય હોય તેવા અશુભ અધ્યવસાય વાળા તથા દુર્ગતિમાં લઈ જવાને આગેવાન બનેલા જંતુને તે ઉત્તમ પદાર્થોની આશાતના કરવાથી તથા સાતા રિદ્ધિ રસને ગર્વ કરવામાં તત્પર મનુષ્યને તે આસ્રવ થાય છે,