________________
વિવેચન : ભાગ-૧
ઘણુ ઘણુ કહેવાનું હોય છે તેનું વર્ણન કર્મપ્રકૃતિમાં આવતું હોવાથી ત્યાંથી જાણી લેવું
૩૨૩
જ્યારે જીવ અંતરકરણ કરે છે તે અંતરકરણ કર્યા પછી સૌ પ્રથમ નપુંસકવેદને ઉપશમાવે છે. તે આ પ્રમાણે. પહેલા સમયે થોડું, બીજા સમયે અસંખ્યગુણ દલીક ઉપશમાવે, ત્રીજા સમયે તેનાથી અસંખ્યગુણ દલીક ઉપશમાવે, એમ છેલ્લા સમય સુધી અસંખ્યગુણ અસંખ્યગુણ દલીક ઉપશમાવે છે. અને સમયે સમયે ઉપશમ થતાં દલીક અપેક્ષાએ અસંખ્યાતગુણ દલીક દ્વિચરમ સમય સુધી બીજી પ્રકૃતિમાં નાંખે છે અને છેલ્લે સમયે પરપ્રકૃતિમાં સંક્રમણ થતાં દલીકની અપેક્ષાએ ઉપશમ પામતુ દલીક સંખ્યાતગુણ અધિક હોય છે.
તાત્પર્યાર્થ દ્વિચરમ સમય સુધી જે દલીક ઉપશમ પામે છે. તેના કરતાં અસંખ્યાતગુણ અધિક દલીકો પરપ્રકૃતિમાં પડે છે.
છેલ્લે સમયે પર પ્રકૃતિમાં જેટલા દલિકોનું સંક્રમણ થાય છે તેના કરતાં સંખ્યાતગુણ અધિક દલીકો ઉપશમ પામે છે. આ રીતે નપુંસકવેદનો ઉપશમ થાય છે. ત્યાર પછી નપુંસકવેદની જેમ ૧ અંતર્મુહૂર્ત કાળે સ્ત્રીવેદનો ઉપશમ કરે છે. ત્યાર પછી ૧ અંતર્મુહૂર્ત કાળે હાસ્યાદિ- ૬ પ્રકૃતિને ઉપશમાવે છે. આ રીતે દર્શનસપ્તક, નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ -૬ એમ ૧૫ પ્રકૃતિનો ઉપશમ થયેલો હોય છે. એ જ વખતે પુરૂષવેદનો બંધ-ઉદય અને ઉદીરણા વિચ્છેદ તથા તેની પ્રથમ સ્થિતિનો વિચ્છેદ થાય છે. પુરૂષવેદની પહેલી સ્થિતિની ૨ આવલિકા બાકી રહે ત્યારે આગાલ વિચ્છેદ થાય છે. તે જ સમયે શરૂ કરીને હાસ્યાદિ- ૬ કષાયનું દલીક પુરૂષવેદમાં નાંખે નહિ પરંતુ સંજવલન ક્રોધાદિને વિષે નાંખે છે. હાસ્યાદિ ૬ ઉપશમાવ્યા પછી ૧ સમય ન્યૂન ૨ આવલિકાકાળે પુરૂષવેદ સંપૂર્ણ ઉપશમાવે તે બીજે સમયે અસંખ્યાતગુણ, તેનાથી ત્રીજે સમયે અસંખ્યગુણ, એમ ૨ આવલીકાના છેલ્લા સમય સુધી અસંખ્યગુણ અસંખ્યગુણ દલીક ઉપશમાવે છે. તથા ૨ સમયન્યુન ૨ આવલિકાના કાળ પર્યંત યથાપ્રવૃત સંક્રમવડે બીજી પ્રકૃતિને વિષે દલીકોનો સંક્રમ કરે છે તે પહેલા સમયે ઘણુ સંક્રમાવે, બીજે સમયે વિશેષહીન ત્રીજે સમયે વિશેષહીન એમ ૨ - આવલિકાના છેલ્લા સમય સુધી વિશેષહીન વિશેષહીન - સંક્રમ થતું જાણવું. આ ક્રમથી પુરૂષવેદનો ઉપશમ થાય ત્યારે ૧૬ પ્રકૃતિથી ઉપશાંત થયેલો જાણવો.
-
ત્યારબાદ જે સમયે હાસ્યાદિ ૬ પ્રકૃતિ ઉપશાંત થાય તે સમયે પુરૂષવેદની